ઉનાળામાં લીંબુ ખરીદતી વખતે છેતરાશો નહીં! જાણો વધુ રસદાર લીંબુ પસંદ કરવાની ખાસ ટ્રિક્સ

ઉનાળામાં લીંબુ ખરીદતી વખતે છેતરાશો નહીં! જાણો ગોળ કે લાંબા - કયા લીંબુમાં હોય છે સૌથી વધુ રસ અને તેને લાંબો સમય તાજા રાખવાની ખાસ ટિપ્સ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 09 Mar 2026 03:16 PM (IST)Updated: Mon, 09 Mar 2026 03:16 PM (IST)
unala-ma-rasdar-limbu-pasand-karva-ni-tricks

Lemon Juice Tips: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ હોય કે લીંબુ શરબત, લીંબુની માંગ દરેક ઘરમાં વધી જાય છે. પરંતુ ઘણીવાર આપણે મોંઘા ભાવે લીંબુ તો ખરીદી લાવીએ છીએ, પણ તેને કાપતા તેમાંથી માંડ બે-પાંચ ટીપાં રસ નીકળે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો લીંબુ ખરીદતી વખતે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ગોળ કે લાંબા? કયા લીંબુમાં હોય છે વધુ રસ?

બજારમાં સામાન્ય રીતે બે પ્રકારના લીંબુ મળે છે: એક એકદમ ગોળ અને બીજા થોડા લંબગોળ.

શ્રેષ્ઠ પસંદગી: નિષ્ણાતોના મતે ગોળ આકારના લીંબુમાં લાંબા લીંબુની સરખામણીએ રસની માત્રા વધુ હોવાની શક્યતા રહેલી છે.

છાલ પરથી કરો પારખ

લીંબુના રસનો આધાર તેની છાલ પર પણ હોય છે:

પાતળી અને લીસી છાલ: જે લીંબુની છાલ એકદમ પાતળી અને સ્પર્શમાં લીસી હોય, તેમાં રસ ભરપૂર હોય છે.
જાડી અને ખરબચડી છાલ: જે લીંબુની છાલ જાડી કે ખરબચડી હોય, તેમાં છાલનો ભાગ વધુ અને રસ ઓછો નીકળે છે.

વજન તપાસો

લીંબુ પસંદ કરતી વખતે તેને હથેળીમાં મૂકીને જુઓ. જો લીંબુ કદમાં નાનું હોય પણ વજનમાં ભારે લાગે, તો સમજી લેવું કે તેમાં પલ્પ અને રસ ભરપૂર છે. હલકા લીંબુ અંદરથી સૂકા હોઈ શકે છે.

રંગનું મહત્વ

આછો પીળો રંગ: આછા પીળા રંગના લીંબુ વધુ પાકેલા અને રસદાર હોય છે.
ઘેરો લીલો રંગ: એકદમ લીલા લીંબુ તાજા દેખાઈ શકે છે, પરંતુ તે અંદરથી કાચા હોઈ શકે છે અને તેનો સ્વાદ વધુ પડતો ખાટો કે કડવો હોવાની શક્યતા રહે છે.

વધુ રસ કાઢવા માટેની પ્રો-ટિપ

લીંબુ ગમે તે આકારનું હોય, પણ તેનો રસ કાઢતા પહેલા તેને ટેબલ કે પ્લેટફોર્મ પર હથેળી વડે હળવું દબાવીને રોલ (ગોળ ફેરવો) કરો. આમ કરવાથી લીંબુના અંદરના રેશા તૂટી જાય છે અને રસ ખૂબ જ સરળતાથી બહાર નીકળે છે.

લીંબુને લાંબો સમય તાજા રાખવાની રીત

જો તમે જથ્થાબંધ લીંબુ લાવ્યા હોવ, તો તેને સુકાઈ જતા બચાવવા માટે આ રીત અપનાવો:

  • લીંબુને એરટાઈટ ડબ્બામાં ભરી લો.
  • અથવા કાચની બરણીમાં પાણી ભરી તેમાં લીંબુ ડુબાડીને ફ્રીજમાં રાખો.
  • આ રીતથી લીંબુ 15-20 દિવસ સુધી તાજા રહેશે અને તેનો રસ સુકાશે નહીં.