Tourist Places To Visit In Gujarat In November: જો તમે શિયાળાની શરૂઆતમાં પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે ગુજરાતમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો. જો તમે બાળકો સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આજે અમે તમને ગુજરાતના બેસ્ટ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં તમે અવશ્ય પરિવાર સાથે મુલાકાત લઈ શકો છો.
ગુજરાતમાં જોવાલાયક સ્થળો - Tourist Places in Gujarat
સોમનાથ મંદિર (Somnath Temple)

સોમનાથ મંદિર ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક છે. આ શિવ મંદિર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે. હાલનું આ મંદિર 1951માં બનાવવામાં આવ્યું હતું.
દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple)

ગુજરાતના દ્વારકામાં સ્થિત આ મંદિર આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર ધામોમાંનું એક છે. લગભગ બે હજાર વર્ષ જૂનું આ પાંચ માળનું મંદિર 235 મીટર ઊંચું છે.
સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)

સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલું એક શાંતિપૂર્ણ સ્થળ છે. તે 1917 થી 1930 સુધી ગાંધીજીનું મુખ્ય મથક હતું.
ગિરનાર (Girnar)
આ ગુજરાતની પર્વતમાળા છે. હિન્દુ અને જૈન ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીં લગભગ 866 હિન્દુ અને જૈન મંદિરો આવેલા છે.
બરોડા મ્યુઝિયમ (Baroda Museum)
આ મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી વડોદરાના સયાજી બાગમાં આવેલ છે. તેમાં ભારત, ચીન, તિબેટ, જાપાન અને યુરોપ સહિત ઘણા દેશોની જૂની વસ્તુઓ જોવા મળશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity)
ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ નજીક સાધુ બેટ ટાપુ પર બનાવવામાં આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તે 7 કિમી દૂરથી પણ જોઈ શકાય છે.
કાંકરિયા તળાવ (Kankaria Lake)
કાંકરિયા તળાવ ગુજરાતનું સૌથી મોટું તળાવ છે. અમદાવાદનું આ તળાવ સુલતાન અહેમદ શાહે બંધાવ્યું હતું. આ તળાવ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.
કચ્છનું રણ (Rann Of Kutch)
આ વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે. અહીંનો રણ ઉત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં કલા, સંસ્કૃતિ અને સંગીતનો સંગમ જોવા મળે છે.
સાપુતારા હિલ સ્ટેશન (Saputara Hill station)
ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ હિલ સ્ટેશન લગભગ 873 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીંના પહાડો, પાર્ક, સ્વિમિંગ પૂલ, બોટ ક્લબ અને મ્યુઝિયમ જોવાલાયક છે.
રાની કી વાવ (Rani Ki Vav)
ગુજરાતનો પાટણ જિલ્લો રાની કી વાવ માટે પ્રખ્યાત છે. રાની કી વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે.
ગીર નેશનલ પાર્ક (Gir National Park)
ગુજરાતમાં બાળકો સાથે ફરવા માટે ગીર શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. અહીં તમને હાયના, માછલી, ઘુવડ, કાળા હરણ અને એશિયાટિક સિંહ જેવા અનેક જીવો જોવા મળશે. અહીં બાળકો પણ સફારીનો આનંદ માણી શકશે.