શિયાળામાં પહેલીવાર પહાડો પર ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન? તો જાણી લો આ જરૂરી વાત

By: Manan VayaEdited By: Manan Vaya Publish Date: Mon 01 Jan 2024 06:01 AM (IST)Updated: Mon 01 Jan 2024 06:01 AM (IST)
planning-to-visit-the-mountains-for-the-first-time-in-winter-know-this-important-thing-258820

શિયાળો પણ શરૂ થઈ ગયો છે અને નવું વર્ષ પણ આવવાનું છે, આવી સ્થિતિમાં લોકોએ પણ ફરવા જવાનો પ્લાન બનાવવાનું શરું કરી દીધું છે. આ વર્ષનો એવો સમય હોય છે જ્યાં ભારતની લગભગ દરેક જગ્યાએ ઠંડી પડવા લાગે છે અને ઘણી જગ્યાએ હિમવર્ષા પણ થાય છે. તેનો આનંદ લેવા માટે લોકો બરફીલા પહાડો, તળાવો અને સુંદર કુદરતી નજારો જોવા માટે ફરવા જવાનું પ્લાનિંગ કરે છે. પરંતુ ઠંડીની ઋતુમાં પહાડો પર ફરવા જવાનો પ્લાન બનાવતી વખતે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, જેથી ટ્રિપ દરમિયાન કોઈ સમસ્યા ન થાય અને તમે આરામથી ટ્રિપનો આનંદ માણી શકો. તો ચાલો અમે તમને જણાવીએ કે એવી કઈ-કઈ બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.

વાતાવરણ કેવું છે તે જાણો
પહાડો પર જતા પહેલા તમે પર્વતીય સ્થળોની હવામાનની સ્થિતિ પણ જાણી લો. કારણ કે તમે જાણો છો કે તમે કેટલી કડકડતી ઠંડી સહન કરી શકો છો.

જાતે ડ્રાઈવિંગ ન કરો
ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પહાડી વિસ્તારોમાં સ્કૂટર અથવા બાઈક ભાડેથી લે છે. જો હિમવર્ષા ન થતી હોય તો તમારા માટે અહીં સ્કૂટી અથવા બાઈક ચલાવવું સરળ બની શકે છે. પરંતુ બરફ પડે ત્યારે રસ્તાઓ ભીના થઈ જાય છે. બરફમાં અહીં વાહન ચલાવવું વધુ રિસ્કી બની જાય છે. એટલા માટે તમે જાતે વાહન ચલાવવાને બદલે લોકલ ટ્રાન્સપોર્ટનો જ સહારો લો. પહાડો પર સૌથી જરુરી છે કે તમે કાર ભાડે ન લો. જો તમે ક્યારેય પહાડી વિસ્તારો પર કાર ચલાવી નથી, તો તમારે અહીં પણ ન ચલાવવી જોઈએ.

ધૂમ્રપાન કરવાનું ટાળો
જો તમે પહાડો પર જઈ રહ્યા છો, તો ધૂમ્રપાન કરશો નહીં. ધૂમ્રપાનની આદતથી અસ્થમાની સમસ્યા વધી શકે છે. જે પહાડો પર વધુ ગંભીર બની શકે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ છે તો શિયાળામાં ટ્રેકિંગ કરવું વધુ મુશ્કેલ બની શકે છે.

ટ્રેકિંગ કરતા પહેલા ધ્યાન રાખો
જો તમને ટ્રેકિંગનો વધારે અનુભવ નથી, તો શિયાળામાં ટ્રેકિંગ કરવાનું ટાળો. જો અત્યારે જવાની ઈચ્છા થઈ જ રહી હોય તો તમે એવો રસ્તો પસંદ કરો, જ્યાં તમને ચઢવામાં બહુ તકલીફ ન પડે. તમે મંડી, ઓલી અને મનાલીની આસપાસના વિવિધ પર્યટન કેન્દ્રો પર પણ ટ્રેકિંગ કરી શકો છો. અહીં ટ્રેકિંગ કરવું થોડું સરળ હોય શકે છે.

હેલ્ધી ખોરાક ખાવ
જો તમે શિયાળામાં પહાડો પર જઈ રહ્યા છો, તો તમારે વધુ એનર્જીની જરુર પડવાની છે. તેથી ભારે ખોરાક ન ખાવો. તમે તમારી સાથે ડ્રાય ફ્રૂટ્સ લઈ જઈ શકો છો. રસ્તામાં થાકી જાવ તો ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાય કેક અને બિસ્કીટ કામ આવશે. આ સિવાય ડ્રાય ફ્રુટ્સ ખાવાથી તમારા શરીરમાં એનર્જી આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.