Maha Kumbh Mela 2025 Ahmedabad to Prayagraj Trains List: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી વર્ષે એટલે કે 2025માં મહાકુંભનું આયોજન થવાનું છે. તેમાં વિશ્વભરના લોકો આવે છે. તો ગુજરાતમાંથી પણ લોકો આ મેળામાં જવા માટેની તૈયારી કરી રહ્યા છે. આજે અમે તમને એવી ટ્રેન અંગે માહિતી આપી રહ્યા છીએ કે જે ગુજરાત, અમદાવાદથી પ્રયાગરાજ સુધી અનેક ટ્રેન જાય છે.
PARASNATH EXPRESS BHAVNAGAR (12941) : ભાવનગરથી 17.45 કલાકે ઉપડે છે અને 23.05 કલાકે અમદાવાદ પહોંચે છે. તે બીજા દિવસે 22.00 કલાકે પ્રયાગરાજ જંકશન પહોંચે છે. રતલામ અને આગ્રા વધુ સમય માટે રોકાય છે. આ ટ્રેન અંદાજે 1696 કિલોમીટરનું અંતર કાપશે.
Gorakhpur Express (19489): અમદાવાદથી 09.10 વાગ્યે ઉપડે છે અને ગોરખપુર પહોંચે છે.આ ટ્રેન બીજા દિવસે સવારે 8.45 વાગ્યે પ્રયાગરાજ પહોંચે છે. વચ્ચેના સ્ટેશનોમાં દાહોદ, રતલામ, ઉજ્જૈન, ભોપાલ, દમોહ, સતના વગેરેનો સમાવેશ થાય છે.આ ટ્રેન સોમવાર સિવાય અઠવાડિયાના દરેક સમયે ઉપડે છે.
Ahmedabad-Prayagraj SF Express (22967): તે અમદાવાદથી 16.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.50 કલાકે પ્રયાગરાજ પહોંચશે.આ ટ્રેન ગુરુવારે ઉપડે છે. આ ટ્રેન મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે.અમદાવાદથી તે સુરત અને નંદુરબાર, ભુસાવલ, જબલપુર, માહ્યાર થઈને પ્રયાગરાજ પહોંચે છે.
Ahmedabad – Asansol Weekly Express (19435):અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે ટ્રેન ચાલે છે. જે અમદાવાદથી 00.35 વાગ્યે ઉપડે છે અને બીજા દિવસે 07.18 વાગ્યે પ્રયાગરાજ પહોંચે છે. તે સમગ્ર રૂટમાં અંદાજે 1645 કિમીનું અંતર કવર કરે છે. આ ટ્રેન MPમાંથી પણ પસાર થાય છે. તે સુરત, નંદુરબાર, ખડગપુર, બાંદા, ચિત્રકૂટ થઈને પ્રયાગરાજ પહોંચે છે.
Okha – Banaras Superfast Express (22969) : આ ટ્રેન ઓખાથી 14.05 વાગ્યે ઉપડે છે. દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી (વડોદરા), રતલામ, કોટા, આગ્રા, કાનપુર થઈને પ્રયાગરાજ પહોંચે છે. આ ટ્રેન બીજા દિવસે 22.50 વાગ્યે પહોંચે છે.