Jyotirlinga Yatra Package: શિવભક્તો માટે રેલવેનું ખાસ પેકેજ; 7 જ્યોર્તિર્લિંગના દર્શન કરાવશે ભારત ગૌરવ ટ્રેન, ટિકિટ-બુકિંગ વિશે જાણો

. ભારતીય રેલવે IRCTCના આ પેકેજની પ્રારંભિક કિંમત ફક્ત રૂપિયા 24,100 છે. IRCTCના ભારત ગૌરવ ટ્રેન પેકેજ(Bharat Gaurav Train Package) 12 દિવસનું છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 07 Sep 2025 04:23 PM (IST)Updated: Sun 07 Sep 2025 04:23 PM (IST)
indian-railways-announces-new-7-jyotirlinga-yatra-package-via-bharat-gaurav-train-check-route-fare-and-booking-details-599002

Jyotirlinga Yatra Package: ભગવાન શિવના ભક્તો માટે ભારતીય રેલવે(Indian Railways) ખાસ સ્કીમ(special scheme) રજૂ કરી છે. આ સ્કીમ મારફતે નવેમ્બર મહિનામાં ભક્તો ખૂબ જ ઓછા પૈસામાં 7 જ્યોતિર્લિંગ(7 Jyotirlingas)ના દર્શન કરી શકે છે.

ભારતીય રેલવે IRCTCના આ પેકેજની પ્રારંભિક કિંમત ફક્ત રૂપિયા 24,100 છે. IRCTCના ભારત ગૌરવ ટ્રેન પેકેજ(Bharat Gaurav Train Package) 12 દિવસનું છે. તેની શરૂઆત નવેમ્બરના રોજ યોગ નગરી ઋષિકેશ રેલવે સ્ટેશનથી થશે. આ યાત્રા દરમિયાન ભક્તિ, આરામનો એક ખાસ અનુભવ શ્રદ્ધાળુઓ કરી શકશે.

આ જ્યોતિર્લિંગોના દર્શન કરવાની તક મળશે(Opportunity to see these Jyotirlingas)
IRCTCના આ પેકેજમાં ભક્તોને ઓમકારેશ્વર,મહાકાલેશ્વર,નાગેશ્વર,સોમનાથ,ત્ર્યંબકેશ્વર,ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાની તક મળશે. આ સિવાય સ્ટોપમાં દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાનો સમાવેશ થાય છે.

યાત્રાને લગતી ખાસ માહિતી
આ યાત્રા 18મી નવેમ્બરથી શરૂ થશે અને 29 નવેમ્બરના રોજ પૂરી થશે. આ યાત્રાનો કુલ સમયગાળો 11 રાત/12 દિવસનો રહેશે. યાત્રા યોગ સિટી ઋષિકેશથી શરૂ થશે. જોકે હરિદ્વાર, લખનૌ, કાનપુર અને અન્ય સ્ટેશનો પર બોર્ડિંગ વિકલ્પો ઉપલબ્ધ છે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનમાં કુલ 767 મુસાફરોની ક્ષમતા હશે.

ભાડું કેટલું છે?

  • કમ્ફર્ટ (2AC) – પ્રતિ વ્યક્તિ રૂપિયા 54,390
  • સ્ટાન્ડર્ડ (3AC) – પ્રતિ વ્યક્તિ રૂપિયા 40,890
  • ઇકોનોમી (સ્લીપર) – પ્રતિ વ્યક્તિ રૂપિયા 24,100

મુસાફરોને શાકાહારી ભોજન, હોટેલ/ધર્મશાળામાં રહેવાની સુવિધા, માર્ગદર્શિત પ્રવાસો, મુસાફરી વીમો અને પ્રવાસ એસ્કોર્ટ્સ આપવામાં આવશે.

આ પ્રવાસ શા માટે ખાસ છે?
IRCTCના ભારત ગૌરવ પેકેજમાં ભોજનથી લઈને રહેવાની સુવિધા સુધીની તમામ આવશ્યક સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. તેનાથી શ્રદ્ધાળુઓ કોઈપણ તણાવ કે ચિંતા વગર યાત્રા કરી શકે છે. ભારત ગૌરવ યોજના હેઠળ 33% સુધીની છૂટ સાથે આ પ્રવાસ શ્રદ્ધાળુઓને ભારતના સૌથી પૂજનીય શિવ મંદિરોની મુલાકાત સરળતાથી અને આરામથી લેવાની તક આપે છે.

કેવી રીતે બુક કરવું?
આ પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત આઉટલેટ્સ દ્વારા બુક કરી શકાય છે. મુસાફરોએ બોર્ડિંગ સમયે ઓળખપત્ર અને કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર લાવવું ફરજિયાત છે.