Goa Tour From Rajkot: રાજકોટથી ગોવા માટે IRCTC એક સ્પેશિયલ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં તમને રાજકોટથી ગોવા આવવા-જવા માટે ટ્રેનની ટિકિટ મળશે. આ પેકેજનો લુત્ફ દર સોમવારે ઉઠાવી શકો છે. આ પેકેજમાં તમને 3 એસી અને સ્લીપરથી સફર કરવાની તક મળશે.
કયાંથી બોર્ડિંગ અને ડીવોર્ડિંગ કરી શકશો
ટ્રેન પર તમે સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર અને સૂરતમાં બોર્ડિંગ અને ડીવોર્ડિંગ કરાવી શકો છો.
કેટલા દિવસનું છે પેકેજ
ગોવા માટેની આ ટૂર પેકેજ 6 દિવસ અને 5 રાતની છે. જેમાં તમને ગોવાની અનેક પ્રસિદ્ધ જગ્યાઓ જેવા કે ચર્ચ, કુદરતી સૌદર્યથી ભરપૂર બીચ, ડોલ્ફિુન સ્પોર્ટિંગ ટ્રિપ, ક્રૂઝ વગેરેની સફર કરવાનો મોકો મળશે.
મળશે આ સુવિધા
IRCTCના આ પેકેજમાં 3 સ્ટાર હોટલમાં રોકાવવાની સુવિધા મળશે. આસાથે જ યાત્રિકોને રિવર ક્રૂઝ અને મીલની ફેસિલિટી પણ મળી રહી છે. આ પેકેજમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ફેસિલિટી પણ સામેલ છે.
આ પેકેજમાં 3 એસીમાં તમને 21,600 રુપિયાથી લઈને 40,200 રુપિયા પ્રતિ વ્યક્તિના હિસાબે પૈસા ચુકવવા પડશે. તો સ્લીપર ક્લાસ માટે તમારે 18,100 રુપિયાથી લઈને 36,700 રુપિયા પ્રતિ વ્યક્તિના હિસાબે ચુકવવા પડશે. શુલ્ક ઓક્યૂપેન્સી અને ક્લાસના આધારે નક્કી થશે. આ પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકો છો.