ટ્રાવેલ ડેસ્ક, Best Travel Destination of Himachal Pradesh: હિમાચલ પ્રદેશ દેશનું સૌથી સુંદર ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. આમ તો હિમાચલ પ્રદેશમાં ફરવા માટે ઘણાં સ્થળ છે. પણ શું તમે ક્યારેય બરમાના વિશે સાંભળ્યું છે. જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બરમાના ફરવા માટે બેસ્ટ પ્લેસ હોઈ શકે છે. બરમાનાના કેટલાક ખાસ સ્થળ પર ફરીને તમે તમારા ટ્રાવેલને ખાસ બનાવી શકો છો.
હિમાચલ પ્રદેશના શિમલા સહિત મનાલી, કૂલ્લૂ વેલી અને સ્પીતિ વેલીમાં આખા વર્ષ દરમિયાન લાખો લોકો આવે છે. જોકે, છેલ્લાં કેટલાક સમયથી બરમાનામાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. એવામાં હિમાચલની ટ્રિપ દરમિયાન બરમાનાના સારા લોકેશન કેવી રીતે એક્સપ્લોર કરી શકાય તે અંગે અમે તમને જણાવીએ.
બરમાના પાર્ક બરફાચ્છાદિત ઊંચા પહાડો વચ્ચે હાજર છે. આ પાર્ક પ્રવાસીઓની પહેલી પસંદ હોવાનું માનવામાં આવે છે. તો બરમાના પાર્કથી હિમાલયના સુંદર પર્વતોનો નજારો દેખાય છે એટલું જ નહીં કેટલાક સ્પોટ્સ ટ્રાય કરી તમે પોતાના સફરને રોમાંચક બનાવી શકો છો.
લઘતને બરમાનાનો બેસ્ટ વ્યૂ પોઇન્ટ પણ કહેવામાં આવે છે. જે હિમાલયની ટોચ પર હાજર છે. તો લઘતમાં ટ્રેકિંગ કરી ત્યાંથી તમે સનરાઇઝ અને સનસેટનો નજારો પણ જોઈ શકો છો. આ સાથે જ ટ્રેકિંગ દરમિયાન ઊંચા પહાડો અને દેવદારના ઝાડ તમારો પ્રવાસ યાદગાર બનાવી દેશે.
બરમાનાના પ્રવાસ દરમિયાન ઇન્ડિયા ગ્રાઉન્ડની સફર નેચર લવર્સ માટે બેસ્ટ હોઈ શકે છે. ઇન્ડિયા ગ્રાઉન્ડમાં તમે અલગ-અલગ ઝાડ અને સુંદર ફૂલ, પક્ષીઓને નીહાળી શકો છો. તો ઇન્ડિયા ગ્રાઉન્ડથી તમે બરમાના શહેરને સરળતાથી જોઈ શકો છે. આ સાથે જ ટ્રેકિંગ કરવા માટે તમે ઇન્ડિયા ગ્રાઉન્ડ પણ જઈ શકો છો.
શિમલાથી બરમાના માત્ર 85 કિલોમીટર દૂર છે. એવામાં તમે હિમાચલ પ્રદેશની ટ્રિપ પ્લાન કરતી વખતે બરમાનામાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરના દર્શન કરી તમારા પ્રવાસને ખાસ બનાવી શકો છો.
