Apply For Passport: વિદેશ ફરવા જવાનું છે સપનું? તો જાણો પાસપોર્ટ કઢાવવા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

કેટલાક લોકો એ નથી જાણતા કે વિદેશ જવા માટે જરૂરી પાસપોર્ટ કેવી રીતે અને ક્યાંથી બનાવડાવો. તેઓને લાગે છે કે પાસપોર્ટ બનાવડાવા માટે ઘણા ધક્કા ખાવા પડશે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Sat 14 Oct 2023 03:30 AM (IST)Updated: Sat 14 Oct 2023 03:30 AM (IST)
apply-for-passport-do-you-dream-of-traveling-abroad-so-know-which-document-is-required-to-get-passport-213971

ઘણા લોકો વિદેશ જવા માંગે છે, કેટલાક લોકોનું જીવનમાં એકવાર વિદેશ જવાનું સપનું ચોક્કસ હોય છે. કેટલાક લોકો ફરવા માટે વિદેશ જવા માંગે છે તો કેટલાક લોકો અન્ય કારણોસર વિદેશ જવા માગે છે. પરંતુ કેટલાક લોકો એ નથી જાણતા કે વિદેશ જવા માટે જરૂરી પાસપોર્ટ કેવી રીતે અને ક્યાંથી બનાવડાવો. તેઓને લાગે છે કે પાસપોર્ટ બનાવડાવા માટે ઘણા ધક્કા ખાવા પડશે. સાથે જ તેમને તેની પ્રોસેસ શું છે, ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેની પણ કોઈ જાણકારી નથી હોતી. આજના આર્ટિકલમાં અમે આપને ઓનલાઈન પાસપોર્ટ બનાવવાની સરળ રીત જણાવીશું.

તમે કેટલાક સરળ સ્ટેપથી પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. જે બાદ તમારું વેરિફિકેશન થઈ જશે અને આ પછી પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેમને સરળતાથી પાસપોર્ટ મળી જશે.

આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ધોરણ 10ની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • રેશનકાર્ડ
  • વીજળીનું બિલ
  • ગેસ કનેક્શન બિલ
  • પાણીનું બિલ
  • મેરેજ સર્ટિફિકેટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ

આ રીતે ઓનલાઈન કરો અરજી

  • પાસપોર્ટ માટે અરજી કરવા માટે સૌથી પહેલા ભારત સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર https://www.passportindia.gov.in/ જાવ.
  • અહીં તમને ન્યૂ રજિસ્ટ્રેશન લખેલું જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • આ પછી માંગવામાં આવેલી જાણકારી ભરી સબમિટ કરો.
  • જે બાદ રજિસ્ટ્રેશન માટે તમને એક ફોર્મ આપવામાં આવશે, જેમાં તમે તમારું નામ, ઇમેઇલ આઇડી, જન્મ તારીખ વગેરે વિગતો ભરી શકો છો.
  • આ પછી તમને પાસપોર્ટ સેવા વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ 'Click Here to Fill' પર ક્લિક કરો.
  • આ પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરો. હવે View Saved/Submitted Applications પર ક્લિક કરો.
  • આ પછી તમને પાસપોર્ટ ઓફિસમાં એપોઈન્ટમેન્ટ ડેટ પસંદ કરવાનો વિકલ્પ પૂછવામાં આવશે. જેમાં તમારી અનુકૂળતા મુજબની તારીખ અને સમય પસંદ કરો.
  • હવે પે એન્ડ બુક અપોઈન્ટમેન્ટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ પ્રિન્ટ આઉટના ઓપ્શન પર ક્લિક કરીને પ્રિન્ટ લઈ લો.
  • તમે જે તારીખ પસંદ કરી હશે, તે તારીખે તમારે પાસપોર્ટ ઓફિસે જવું પડશે, જ્યાં તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરાવો.
  • આ પછી 10થી 12 દિવસમાં પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
  • જે બાદ તમારા સરનામા પર પાસપોર્ટ આવી જશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.