Ancient Shiva Temple: દિવસમાં બે વખત દર્શન આપીને દરિયામાં સમાઈ જાય છે ગુજરાતનું આ ચમત્કારિક શિવ મંદિર, દૂર-દૂરથી આવે છે ભક્તો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 19 Apr 2024 06:00 AM (IST)Updated: Fri, 19 Apr 2024 06:00 AM (IST)
ancient-shiva-temple-stambheshwar-mahadev-temple-interesting-facts

Ancient Shiva Temple : સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લગભગ 175 કિલોમીટર દૂર જંબુસરના કાવી કંબોઈ ગામમાં આવેલું છે. આ શિવ મંદિર ખૂબ જ અનોખું છે, કારણ કે તે સમુદ્રમાં સમાઈ જાય છે.

તમે આજ સુધી ઘણા બધા અનોખા મંદિરો વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે જે મંદિર વિશે જણાવીશું, તેના વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે. આ મંદિર 150 વર્ષ જૂનું છે, જે અરબી સમુદ્ર અને ખંભાતના અખાતથી ઘેરાયેલું છે. આ મંદિરનો મહિમા જોવા માટે અહીં સવારથી રાત સુધી લોકો રોકાય છે. તો ચાલો જાણીએ કે આ મંદિર શા માટે ખૂબ જ ખાસ છે.

શું છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર પાછળની કથા?
પૌરાણિક કથા અનુસાર, તાડકાસુરે ભગવાન શિવને પ્રસન્ન કરી વરદાન માંગ્યુ કે તેને માત્ર શિવપુત્ર જ મારી શકે અને તે પણ માત્ર છ દિવસનો. વરદાન મળ્યા બાદ તેણે સમગ્ર સૃષ્ટિમાં આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું. તાડકાસુરના આતંકથી ત્રસ્ત ઋષિમુનીઓ અને દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા. તેઓએ ભગવાન શિવને સમગ્ર હકીકત જણાવી. જે બાદ ભોળાનાથે પુત્ર કાર્તિકેયને તાડકાસુરનો વધ કરવા કહ્યું. તાડકાસુરને માર્યા બાદ કાર્તિકેયને ખબર પડી કે તે શિવભક્ત હતો, જે બાદ કાર્તિકેય દુઃખી થયો.

કાર્તિકેયે શિવલિંગની કરી હતી સ્થાપના
કાર્તિકેયને જ્યારે આ વાતની અહેસાસ થયો, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પ્રાયશ્ચિત કરવાનો મોકો આપ્યો અને ભગવાન વિષ્ણુએ તેને સૂચન આપ્યું કે, જ્યાં તેણે રાક્ષસનો વધ કર્યો છે, ત્યાં તે શિવલિંગની સ્થાપના કરે. જે બાદ કાર્તિકેયે શિવલિંગની સ્થાપના કરી. આ રીતે આ મંદિર પછીથી સ્તંભેશ્વર મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.

સ્તંભેશ્વર મહાદેવ મંદિર કેમ સમુદ્રની ગોદમાં સમાઈ જાય છે?
ભગવાન શિવનું આ મંદિર દિવસમાં બે વાર પોતાના ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે. આ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે અને તેની પાછળનું કારણ પ્રાકૃતિક છે અને દિવસ દરમિયાન સમુદ્રનું સ્તર એટલું વધી જાય છે કે મંદિર સંપૂર્ણ રીતે ડૂબી જાય છે અને પછી પાણીનું સ્તર ઘટ્યા બાદ આ મંદિર ફરીથી દેખાવા લાગે છે. આવું સવારે અને સાંજે બે વાર થાય છે અને લોકો તેને શિવનો અભિષેક માને છે. આ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે દર વર્ષે લાખો ભક્તો આવે છે.