Swami Vivekananda Quotes in Gujarati 2026: ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનો વિશ્વભરમાં ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમના વિચારો આજે પણ યુવા પેઢી માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે. પશ્ચિમ બંગાળના કાયસ્થ પરિવારમાં જન્મેલા વિવેકાનંદને બાળપણથી જ ઈશ્વર અને અધ્યાત્મમાં ઊંડો રસ હતો. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા, જ્યારે તેમની માતા શિવભક્ત હતા. આમ, તેમને વારસામાં જ ભક્તિ અને જ્ઞાન મળ્યા હતા.
રામકૃષ્ણ પરમહંસના સાનિધ્યમાં આવ્યા બાદ તેઓ માતા કાલીના પરમ ઉપાસક બન્યા અને વેદાંત દર્શનના પ્રખર વક્તા તરીકે ઉભરી આવ્યા. સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને જીવનમાં નવી દિશા અને ઊર્જા પ્રદાન કરે છે. અહીં અમે તેમના જીવનના કેટલાક અમૂલ્ય વિચારો રજૂ કરી રહ્યા છે, જેને અનુસરીને કોઈ પણ વ્યક્તિ જીવનમાં સફળતાના શિખરો સર કરી શકે છે.
સ્વામી વિવેકાનંદના 10 અમૂલ્ય વિચારો । Swami Vivekananda Quotes in Gujarati 2026
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.
સંગત તમને જીવનમાં ઊંચાઈ પર લઈ જઈ શકે છે અને તે જ સંગત તમને નીચે પણ પાડી શકે છે. તેથી હંમેશા સારા અને સંસ્કારી લોકોનો સંગ રાખો.
તમને કોઈ બીજું શીખવી શકતું નથી કે કોઈ તમને આધ્યાત્મિક બનાવી શકતું નથી. તમારે બધું તમારી અંદરથી જ શીખવું પડશે. તમારા પોતાના આત્માથી મોટો કોઈ શિક્ષક નથી.
જો સંપત્તિ બીજાનું ભલું કરવામાં મદદરૂપ થાય, તો જ તેનું મૂલ્ય છે. નહિંતર તે માત્ર અનર્થનો ઢગલો છે અને તેનાથી જેટલા વહેલા મુક્ત થાઓ તેટલું સારું.
જેવી રીતે એક બીજ આખા જંગલને પુનર્જીવિત કરવા માટે પૂરતું છે, તેમ એક વ્યક્તિ દુનિયામાં પરિવર્તન લાવવા માટે પૂરતી છે. તે વ્યક્તિ તમે પણ હોઈ શકો છો.
યુવાન વ્યક્તિ તે છે જેના હાથમાં શક્તિ હોય, પગમાં ગતિ હોય, હૃદયમાં ઊર્જા હોય અને આંખોમાં સપના હોય.
માટી અને ખાતર ભલે સારા હોય, પણ જો પાણી ખારું હોય તો ફૂલો ખીલતા નથી. તેવી જ રીતે, ઈરાદા અને કાર્યો ભલે સારા હોય, પરંતુ જો તમારી વાણી કઠોર હશે તો સંબંધો ક્યારેય ટકશે નહીં.
કોઈપણ સારી બાબતની શરૂઆતમાં મજાક ઉડાવવામાં આવે છે, પછી તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તેનો સ્વીકાર કરવામાં આવે છે.
જો આપણે આપણી અનેક ખામીઓ હોવા છતાં પોતાને પ્રેમ કરી શકીએ છીએ, તો પછી બીજાની માત્ર એક ભૂલ કે અપૂર્ણતા માટે આપણે તેમને કેવી રીતે નફરત કરી શકીએ?
બધું ગુમાવવા કરતાં પણ ખરાબ બાબત એ છે કે, તે આશા ગુમાવી દેવી જેના દ્વારા આપણે બધું પાછું મેળવી શકીએ છીએ.
