Swami Vivekananda Death Anniversary Quotes 2023: આજે કરોડો યુવાનોના પ્રેરણા અને આદર્શ સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ, વાંચો તેમણે આપેલા પાંચ પ્રેરણાત્મક સંદેશો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 04 Jul 2023 10:24 AM (IST)Updated: Tue, 04 Jul 2023 10:24 AM (IST)
swami-vivekananda-death-anniversary-2023-famous-and-inspiring-quotes-in-gujarati

Swami Vivekananda Death Anniversary Quotes 2023: આજે 4 જુલાઈના રોજ કરોડો યુવાનોના પ્રેરણા અને આદર્શ સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ છે. સ્વામી વિવેકાનંદની ભારતના શ્રેષ્ઠ આધ્યાત્મિક નેતાઓ અને વિદ્વાનોમાંના એક ગણાય છે. સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોમાં યોગ અને વેદાંતના ઉપદેશોનો પરિચય કરાવ્યો હતો. સ્વામી વિવેકાનંદ ભારતના આધ્યાત્મિક શિક્ષક હતા, જેમણે સમગ્ર વિશ્વને હિંદુ ધર્મ અને આધ્યાત્મિકતાનો પાઠ શીખવ્યો હતો.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. સ્વામી વિવેકાનંદનું અસલી નામ નરેન્દ્રનાથ દત્ત હતું. રાજસ્થાનના ખેતડાના મહારાજા અજીત સિંહે તેમને 'વિવેકાનંદ' નામ આપ્યું હતું. સ્વામી વિવેકાનંદ 25 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરીને પગપાળા ભારતની યાત્રાએ નીકળી ગયા હતા. તેઓ 31 મે, 1893ના રોજ મુંબઈથી વિદેશ પ્રવાસ પર સૌથી પહેલા જાપાન પહોંચ્યા. સ્વામી વિવેકાનંદે જાપાનના નાગાસાકી, યોકોહામા અને ઓસાકા સહિત ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી.

સ્વામી વિવેકાનંદ 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મની સંસદમાં તેમના ભાષણ માટે જાણીતા છે. તેમણે ધર્મ સંસદમાં તેમના ભાષણની શરૂઆત 'અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો' સાથે કરી હતી. તેમણા ભાષણ પછી આખો હોલ તાળીઓના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને આજે પણ ભારતીયો તેમને યાદ કરવામાં ગર્વ અનુભવે છે. સ્વામી વિવેકાનંદનું 4 જુલાઈ, 1902ના રોજ માત્ર 39 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારે વાંચો સ્વામી વિવેકાનંદજીએ આપેલા કેટલાક વિશેષ સંદેશો.

  • ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
  • બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે. તે આપણે જ છીએ જે પોતાની આંખો પર હાથ મૂકી દઈએ છે અને પછી રડીએ છીએ કે કેટલું અંધારું છે.
  • એક વિચાર લો. તે વિચારને પોતાનું જીવન બનાવી લો, તેનો વિચાર કરો, તેના સ્વપ્ન જોવો, તે વિચારને જીવો. પોતાના મગજ, સ્નાયુઓ, નસો, શરીરના દરેક અંગને એ વિચારમાં ડૂબી જવા દો અને બીજા બધા વિચારોને બાજુ પર રાખો. આ સફળ થવાનો માર્ગ છે.
  • સૌથી મોટો ધર્મ છે પોતાના સ્વભાવ પ્રત્યે સાચા રહો. સ્વંય પર વિશ્વાસ રાખો.
  • એક સમયે એક કામ કરો, અને આવું કરતી વખતે પોતાની સંપૂર્ણ આત્મા તેમાં નાખી દો અને બાકી બધું ભૂલી જાઓ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.