Raksha Bandhan Rangoli Design 2024: હિંદુ કેલેન્ડર પ્રમાણે, દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. ભાઈ અને બહેનને સમર્પિત આ તહેવાર આ વર્ષે 19 ઓગસ્ટના રોજ છે. ત્યારે તમે રક્ષાબંધનના અવસરે ઘર આંગણે આકર્ષક રંગોળી બનાવી શકો છો. આજે અમે તમને કેટલીક શાનદાર ડિઝાઈન બતાવવા જઈ રહ્યા છે. જુઓ.
કલશ રંગોળી
સનાતન ધર્મમાં કલશને વિશેષ શુભ માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કલશની રંગોળી બનાવી શકાય છે. આ માટે તમે ઓનલાઈન રંગોળી ડિઝાઈનની મદદ પણ લઈ શકો છો.
આ પણ વાંચો - Rakhi Gifts For Sister: રક્ષાબંધન પર બહેનને આપો આ ગિફ્ટ, ખુશીથી ઝૂમી ઉઠશે; જાણો કેટલાક બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ્સ વિશે
સ્વસ્તિક રંગોળી
તમામ ખાસ અવસર પર સ્વસ્તિક રંગોળી બનાવવાનો વિધાન છે. તમે કુમકુમ, ચંદન, ફૂલ, અક્ષત વગેરે વસ્તુઓની મદદથી સ્વસ્તિક રંગોળી બનાવી શકો છો. આ સાથે જ માત્ર ફૂલોની મદદથી પણ સ્વસ્તિક રંગોળી બનાવી શકાય છે.
કમળ ફૂલ રંગોળી
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. સનાતન ધર્મમાં કમળના ફૂલને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે કમળના ફૂલની રંગોળી પણ બનાવી શકાય છે.
