Parenting Tips: કહેવાય છે કે બાળક કાચી માટીનો ઘડો હોય છે. તેમના માતા-પિતા તેમને જેવો આકર આપે છે, તેવું જ આગળ જઈને તેમનું ભવિષ્ય બને છે. બાળકોના મોટા થતાં જ માતા-પિતાની બાળકોની પ્રત્યે જવાબદારીઓ પણ વધવા લાગે છે. ઉંમર પ્રમાણે તેમને યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન આપવું માતા-પિતાનું કામ હોય છે. માતા-પિતા દ્વારા શીખવવામાં આવેલી વાત જ તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. જો તમે એક શ્રેષ્ઠ માતાપિતા બનવા માંગો છો તો તમારું બાળક 10 વર્ષનું થાય એ પહેલાં આ વાત જરૂર શીખવો.
દરેકનું સમ્માન કરવું
તમારા બાળકને નાના-મોટા લોકોનું સમ્માન કરવાનું જરુર શીખવવું જોઈએ. આનાથી તેઓ સમાજમાં પોતે માન-સન્માન મેળવી શકશે. તેમજ ખાસ કરીને તેમને છોકરીઓનું સન્માન કરવાનું જરુર શીખવો, જેથી ભવિષ્યમાં તેઓ છોકરા-છોકરીની વચ્ચે ભેદ ન કરે.
પૈસાનું મહત્વ
નાના બાળકોને પૈસાનું મહત્વ શીખવવું ખૂબ જ જરૂરી છે. નાની ઉંમરે બાળકોના મનમાં પૈસાને લઈને ઘણી લાલચ આવી જાય છે. આ માટે તેમને પોકેટ મની આપો અને ખર્ચનો હિસાબ રાખવાનું શીખવો.
શિસ્ત
10 વર્ષની ઉંમર પહેલા બાળકને શિસ્તના પાઠ જરુર શીખવો, જેમ કે સવારે સમયસર જાગવું, સમયસર જમવું, સમયસર સૂવું, વાંચવું, રમવું વગેરે.
જાતે નિર્ણયો લેવા
નાના બાળકોને દરેક બાબતમાં મોટાની મદદ લેવાની ટેવ હોય છે. વડીલોની સલાહ લેવી આમ તો સારી વાત છે, પરંતુ તેમને જાતે પણ નિર્ણય લેવાનું શીખવો. તેમનામાં આત્મવિશ્વાસ આવશે.
જવાબદારી લેવાનું શીખવો
બાળકોને કિશોરાવસ્થામાં પ્રવેશતા પહેલા જવાબદારીઓ લેવાનું પણ શીખવો. આનાથી તેમના મગજનો વિકાસ થશે અને તેમનો મગજ પણ સુધારો થશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.