Parenting Tips: બાળકોને મુસાફરી દરમિયાન ઉલટી થાય છે, તો આ વસ્તુઓ તમારી સાથે જરૂર રાખજો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Jul 2024 04:30 AM (IST)Updated: Wed, 24 Jul 2024 04:30 AM (IST)
parenting-tips-home-remedies-for-motion-sickness-to-children

Tips For Car Sickness In Children: ઘણીવાર બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે કે બસ-કારમાં મુસાફરી કરતી વખતે તેઓ અસ્વસ્થતા અનુભવવા લાગે છે અને તેમને ઉલટી શરૂ થઈ જાય છે. જેથી તેઓ કાં તો મુસાફરી કરવા માંગતા નથી અથવા મુસાફરીનો આનંદ માણી શકતા નથી. આવી સ્થિતિમાં માતા-પિતાને એ સમજાતું નથી કે આ સમસ્યાથી બાળકોને કેવી રીતે બચાવવા. આ સમસ્યાને દૂર કરવા માટે તેઓ ડૉક્ટરની પાસે પણ જાય છે પરંતુ તેની કોઈ મેડિકલ સારવાર હોતી નથી. તેથી અહીં અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

યોગ્ય સીટિંગ સ્થિતિ
બાળકની સીટને એવી રીતે રાખો કે તે સાઈડ વિન્ડોમાંથી બહારના દ્રશ્યો જોઈ શકે. તે તેમને હળવા અને સ્થિર રાખશે.

વેન્ટિલેશન
કારમાં સારા વેન્ટિલેશનનું ધ્યાન રાખો, બારીઓ ખોલો અથવા એર કન્ડીશનિંગ ચાલુ કરો જેથી ફ્રેશ અને કુદરતી હવા આવી શકે.

નીચે ન જોવા દો
બાળકને ઉપર તરફ જોવા માટે પ્રોત્સાહિત કરો. ઉપરની તરફ જોવાથી તેમના માથાનું અને હૃદયનું સંતુલન જળવાઈ રહે છે, જેનાથી ઉલ્ટી ઓછી થાય છે.

યોગ્ય ભોજન
મુસાફરી પહેલા બાળકને હળવું ભોજન કરાવો. વધારે મસાલેદાર ખોરાક પાચનમાં મુશ્કેલી પેદા કરી શકે છે અને સિકનેસને વધારી શકે છે.

બ્રેક લો
લાંબી મુસાફરીમાં વચ્ચે-વચ્ચે બ્રેક લો. બાળકને ખુલ્લી હવામાં થોડા સમય માટે બહાર નિકળવા દો.

ધ્યાન આપો
બાળકના સ્વાસ્થ્યની સ્થિતિ અને આરામ પર સમયાંતરે ધ્યાન આપો. જો તેઓને ખરાબ લાગી રહ્યું છે, તો થોડીવાર ક્યાંક આરામ કરો.

મુસાફરી દરમિયાન ઉલટીથી બચવાના ઉપાયો
બાળકોમાં કાર સિકનેસના લક્ષણોને ઘટાડવા માટે આદુ ખૂબ જ ઉપયોગી છે. તેનો સ્વાદ બાળકોને ઉલટી અને ઉબકાથી બચાવે છે. આદુ પેટના સ્નાયુઓની અંદરની મૂવમેન્ટને કંટ્રોલ કરે છે. બાળકને આદુનો રસ પીવડાવવાથી કાર સિકનેસમાં રાહત મળે છે. આ સિવાય ફુદીનો અથવા લવંડર સૂંઘાડવાથી પણ કાર સિકનેસથી રાહત મળે છે.

વરિયાળી આપો
કાર સિકનેસના કિસ્સામાં બાળકોને વરિયાળી ખવડાવો. તેનાથી ઉલટી થશે નહીં અને સમસ્યાઓથી રાહત મળશે.

પપૈયું
જ્યારે પણ તેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી જેવું લાગે ત્યારે પપૈયું ખવડાવો. તેનાથી બાળકોને જો પેટમાં ખરાબીને કારણે ઉલ્ટી જેવું લાગી રહ્યું છે તો પપૈયું ખાવાથી આ સમસ્યા દૂર થઈ જશે.