બાળકના મોંમાં ચાંદાં પડતાં હોય તો આ રીતે કરો ઈલાજ

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Wed 14 Dec 2022 09:41 AM (IST)Updated: Wed 14 Dec 2022 09:45 AM (IST)
home-remedies-for-mouth-ulcers

જો તમારા બાળકને વારંવાર મોંમાં ચાંદાં પડતાં હોય તો, તેનાથી બાળકને ખાવામાં તકલીફ પડે છે અને તે વારંવાર રડે પણ છે. અહીં જુઓ તેને મટાડવાના ઉપાયો.

બાળકોને થતી કેટલીક સમસ્યાઓમાં મોંનાં ચાંદાંની સમસ્યા પણ હોય છે. આમ તો એક સામાન્ય સમસ્યા છે અને કોઈ પણ બાળકને થઈ શકે છે, પરંતુ તેના કારણે બાળકને બહુ તકલીફ પડતી હોય છે. આ સમસ્યામાં બાળકના મોં, જીભ, તાળવું કે હોઠ પર ફોડલી થાય છે, જેનો રંગ લાલ હોય છે. આ ફોડલાથી બાળકના મોંમાં બળતરા થાય છે. મોંમાં ચાંદાં પડવાના કારણે બાળક સરખી રીતે ખાઈ શકતું નથી અને સરખી રીતે બોલી પણ શકતું નથી. આ સમસ્યા વધારે ગંભીર નથી ગણાતી અને થોડા દિવસમાં તેની મેળે જ ઠીક થઈ જાય છે. ભોજનમાં આયર્ન, વિટામિન બી 12 અને ફોલિક એસિડની ઉણપના કારણે બાળકના મોંમાં ચાંદાં પડવા લાગે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે તેનાં કારણો સમજી યોગ્ય ઈલાજ કરી શકો છો.

મોંમાં ચાંદાં પડવાનાં કારણો
સામાન્ય રીતે હર્પિસ સિમ્પલેક્સ વાયરસના કારણે મોંમાં ચાંદાં પડે છે. આ સમસ્યા બાળકને સતત પરેશાન નથી કરતી.

  • બાળકને ખાતી વખતે ભૂલથી જીભ જે હોઠ કચડાઈ જાય કે વાગી જાય તો તેનાથી ધીરે-ધીરે તેમાંથી ચાંદુ પડે છે.
  • વિટામિનની ઉણપના કારણે ચાંદાં પડે છે. મુખ્યત્વે વિટામિન બી 12 ની ઉણપના કારણે ચાંદાં પડે છે.
  • સરખી રીતે બ્રશ કરવામાં ન આવે તો પણ મોંમાં વાગી જાય છે. તેના કારણે મોંમાં ચાંદાં પડવા લાગે છે.
  • કેટલીકવાર કોઈ ખાસ વસ્તુ ખાવાના કારણે પણ બાળકોને મોંમાં ચાંદાં પડે છે.
  • જો કોઈ વ્યક્તિને મોંમાં ચાંદાં પડ્યાં હોય અને બાળક તેને કિસ કરે તો આ સ્થિતિમાં પણ બાળકને મોંમાં ચાંદાં પડી શકે છે.
  • શરીરમાં પાણીની ઉણપના કારણે પણ મોંમાં ચાંદાં પડી શકે છે.

બાળકને મોંમાં ચાંદાં પડે તો શું થાય?
બાળકને મોંમાં ચાંદાં પડતાં તેને મોંમાં બળતરા થવા લાગે છે. સાથે-સાથે બાળક જ્યારે પણ કઈં ખાય ત્યારે તેને ખાવામાં કે ચાવવામાં દુખાવો થાય છે. મોંમાં ચાંદાં પડે એટલે બાળક કઈં પણ ખાવામાં કતરાય છે. ચાંદાના કારણે બાળકને દુખાવો થાય છે અને સંક્રમિત ભાગમાં સોજો પણ આવે છે.

મોંમાં ચાંદાં પડે તો તેનો ઈલાજ કેવી રીતે કરવો?
ચાંદાંની સમસ્યા ધીરે-ધીરે તેની મેળે જ ઠીક થઈ જાય છે. પરંતુ જો બાળકને વધારે સમસ્યા થતી હોય તો તમે ડૉક્ટર પાસે લઈ જઈ શકો છો. ડૉક્ટર બાળકની સ્થિતિ તપાસે છે અને તેના માટે જરૂરી દવા આપે છેઘણીવાર ચાંદાં પણ ટ્યૂબ કે મલમ લગાવવા માટે આપવામાં આવે છે.

બાળકનાં મોંમાં ચાંદા મટાડવા માટેના ઘરઘથ્થુ ઉપાય
જો તમે બાળકના મોંમાં ચાંદાંનો ડૉક્ટરી ઈલાજ કરાવવા ઈચ્છતા ન હોવ તો, કેટલાક ઘરેલુ ઉપાયો પણ કરી શકો છો. ચાલો જાણીએ આ માટેના ઘરઘથ્થુ ઉપાયો.

  • જો તમારું બાળક નાનું હોય તો તમે તેનાં ચાંદાં પર બરફ લગાવી શકો છો.
  • બાળકને પૂરતું પાણી પાઓ.
  • બાળકને વધારે તેલ-મસાલાવાળુ ભોજન ન આપો.
  • બાળકને ફોલિક એસિડ, વિટામિન બી અને આયર્નયુક્ત આહાર આપો.
  • તમે બાળકના મોંના ચાંદા પર મધ પણ લગાવી શકો છો. મધમાં ઈંફેક્શન દૂર કરવાના ગુણ હોય છે.
  • જો બાળકની ઉંમર છ મહિના કરતાં વધારે હોય તો, ચાંદા પર નારિયેળ તેલ પણ લગાવી શકાય છે.
  • આ સિવાય બાળકને પીવા માટે નારિયેળ પાણી પણ આપી શકાય છે.
  • દહીંથી પણ બાળકના મોંનાં ચાંદાં મટી શકે છે. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ચાંદાના બેક્ટેરિયા દૂર કરે છે અને ચાંદાંને ઝડપથી મટાડે છે.

જો બાળકના મોંમાં ચાંદાં પડી રહ્યાં હોય તો યોગ્ય કારણ જાણવાનો પ્રયત્ન કરો. બાળકના મોંમાં ચાંદાં પડે એટલે તેની યોગ્ય સાફ-સફાઇ કરો. તેના અનુસાર ડાયટમાં બદલાવ કરો.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.