Garbh Sanskar: આયુર્વેદમાં ગર્ભમાં ઉછરી રહેલ બાળકને આપવામાં આવતા સંસ્કારની પ્રક્રિયાને ગર્ભ સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે.
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને સારું ભોજન અને માનસિક રીતે ખુશ રહેવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ જે કઈંક પણ વિચારે છે અને ખાય છે તેની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલ બાળક પર પડે છે. આયુર્વેદમાં ગર્ભવતી મહિલાના આહાર, યોગ અને શરીરની નિયમિત દેખભાળની સાથે સંગીત સાંભળવાની અને સારું વાંચવાની પણ સલાહ આપવામાં આવે છે. આયુર્વેદની આ પ્રક્રિયાને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે. આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, ગર્ભ સંસ્કાર શું છે અને તેનું શું મહત્વ છે.
ગર્ભ સંસ્કાર શું છે?

દરેક માતા-પિતા તેમનાં બાળકો માટે હંમેશાં સારું જ ઈચ્છતાં હોય છે. બાળકના જન્મ બાદ તે સ્વસ્થ રહે એ માટે સ્વસ્થ ગર્ભાવસ્થા ખૂબજ મહત્વની છે. ગર્ભ સંસ્કાર શિશુના માનસિક અને શારીરિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. ગર્ભ સંસ્કાર અંગે પ્રાચીન શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે અને આયુર્વેદમાં પણ તેનો સમાવેશ થયેલ છે. સંસ્કૃતમાં ગર્ભ શબ્દ ગર્ભમાં ભ્રૂણને સંદર્ભિત કરે છે અને સંસ્કારનો અર્થ છે મનનું શિક્ષણ. ગર્ભ સંસ્કારનો અર્થ છે ગર્ભમાં ઉછરી રહેલ બાળકના મગજને શિક્ષિત કરવાની પ્રક્રિયા.
પારંપરિક રૂપે એમ માનવામાં આવે છે કે, ગર્ભમાં બાળકનો માનસિક અને વ્યવહારિક વિકાસ શરૂ થઈ જાય છે. કારણકે તે માતાની ભાવનાત્મક સ્થિતિથી પ્રભાવિત થાય છે. આદિકાળથી જ આ પ્રથા હિન્દુ પરંપરાનો ભાગ રહ્યો છે અને ઉદાહરણ તરીકે જોઈએ તો, ગર્ભસંસ્કારની અસર અભિમન્યુ, અષ્ટક્રા અને પ્રહલાદ જેવા પૌરાણિક ચરિત્રો પર બહુ સકારાત્મક પ્રભાવ પાડે છે અને ઘણી કહાનીઓમાં એ વાત સ્પષ્ટ પણ જણાવવામાં આવી છે કે, બાળક તેની માતાના ગર્ભમાંથી જ જ્ઞાન અને સંસ્કાર ગ્રહણ કરવાનું શરૂ કરી દે છે.
ગર્ભસંસ્કારનું મહત્વ શું છે?
આમ તો ગર્ભસંસ્કાર બાળકને લાખ પહોંચાડવા માટે હોય છે, પરંતુ તે માત્ર બાળકો પર જ કેન્દ્રિત છે એવું નથી. આ અભ્યાસ સુનિશ્ચિત કરે છે કે, માતા સ્વસ્થ રહે અને મનની સ્થિતિ સકારાત્મક બને. ગર્ભસંસ્કારના અભ્યાસ દ્વારા ગર્ભવતી મહિલાઓના આહાર અને જીવશૈલીમાં પરિવર્તન માટે પ્રેરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, ગર્ભ સંસ્કાર એક સ્વસ્થ બાળકને જન્મ આપવા માટેનો ઉત્તમ ઉપાય છે. આ માનસિક જ નહીં શારીરિક, ભાવનાત્મક આધ્યાત્મિક રૂપે પણ માતાની મનની સ્થિતિને જાળવી રાખવામાં મદદ કરે છે. આયુર્વેદિક ગર્ભસંસ્કાર ગર્ભવતી માતા માટે ધ્યાનમાં રાખવાના કેટલાક દિશા-નિર્દેશ અને સૂચનોની સલાહ આપે છે.
અમને આશા છે કે, આ લેખ તમને ગમ્યો હશે. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે અને આ લેખને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારાં મંતવ્યો અમને જણાવજો કમેન્ટ કરી. ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
Pic Credit: Feepik.com
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.