Children Eyes: બાળકોની આંખો ખૂબ જ નાજુક હોય છે, તેથી તેની યોગ્ય કાળજી ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને જો તમારું બાળક ખૂબ નાનું છે અને વારંવાર ગંદા હાથથી આંખોને સ્પર્શ કરે છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.
આમ કરવાથી આંખોમાં અનેક પ્રકારના ઈન્ફેક્શન અને બેક્ટેરિયા પણ જઈ શકે છે અને તેને નુકસાન પણ થઈ શકે છે. મેડિકલ ભાષામાં તેને 'પિંક આઈ' કહેવામાં આવે છે. ચાલો તમને જણાવીએ તેના લક્ષણ, કારણ અને ઘરેલું ઉપાય….
લક્ષણો
- એક અથવા બંને આંખો લાલ થઈ જવી
- આંખોમાં ખંજવાળ આવવી
- એક અથવા બંને આંખોમાંથી સ્રાવ થવો
- આંખો ફડકવી
- પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા, વગેરે.
એલર્જી
આંખો લાલ થવાનું સૌથી મોટું કારણ એલર્જી હોઈ શકે છે. જે ધૂળ અથવા કોઈ પ્રોડક્ટના ઉપયોગથી થઈ શકે છે. આ દરમિયાન આંખોમાંથી પાણી પણ ખૂબ જ નીકળે છે. જો આવું થાય તો બાળકને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જાઓ.
આંજણી
તેને મેડિકલ ભાષામાં હોર્ડિયોલમ કહેવાય છે. સામાન્ય ભાષામાં તેને આંજણી અને સ્ટાઈ નામથી પણ ઓળખવામાં આવે છે. આ પાપણ પર અંદરની તરફ નાની લાલ અથવા પીળા કલરની ફોલ્લી હોય છે. તેના કારણે ખૂબ જ દુખાવો પણ થાય છે. આંખની પાંપણો પર આવેલા વાળના મૂળમાં બારીક તૈલી સ્ત્રાવ ગ્રંથિઓ આવેલી હોય છે.
આ ગ્રંથિને બહારથી ચેપ લાગવાને કારણે તેના પર સોજો આવે છે. બાહ્ય ચેપ આંખને વારંવાર ગંદા હાથ કે ગંદા રૂમાલ ઘસાવાને કારણે લાગી શકે છે. શરીરની નબળાઈ, શરીરની આંતરિક ગરમી, પિત્તરોગ (એસિડીટી), કબજિયાત, મધુપ્રમેહની તકલીફવાળાને આ ચેપ જલ્દીથી લાગી શકે છે, પરિણામે વારંવાર આંજણી થાય છે. જો બાળકને થાય તો ગરમ શેક કરો, ચંદન લગાવો.
બ્લેફેરાઈટિસ
બ્લેફેરાઈટિસ તો બાળકો કરતા વધારે મોટી ઉમંરના લોકોને થાય છે. જોકે, આવું નથી કે તેનાથી બાળકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ સમસ્યાને કારણે ઘણીવાર આંખો પણ લાલ થઈ જાય છે.
પલકોમાં સોજો અને બેક્ટેરીયલ ઇન્ફેક્શન આ કારણે પણ કેટલાક લોકોની આંખો વારંવાર લાલ રહે છે. આ દરમિયાન બાળકોની પાપણ એકબીજા સાથે ચોટી જાય છે. આ સમસ્યાને દૂર કરવા આંખો પર નવસેકો શેક કરવો જોઈએ. ગરમ પાણીમાં એક રૂમાલને ડુબાડો અને બાળકની આંખો પર 10 મિનિટ રાખો.