Karwa Chauth Mehndi Designs 2024: આપણી ત્યાં તમામ તહેવારો અને શુભ પ્રસંગે મહેંદી લગાવવામાં આવે છે. મહિલાઓ હંમેશા શાનદાર ડિઝાઈનની શોધમાં હોય છે. ત્યારે આગામી 20 ઓક્ટોબરના રોજ કરવા ચોથનો તહેવાર છે. કરવા ચોથ પહેલા મહિલાઓ તેમના હાથ પર તેમના પિયાના નામની મહેંદી લગાવે છે.

હિંદુ ધર્મમાં કરવા ચોથનો તહેવાર પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે દરેક પરિણીત મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે. તેઓ સોળ શણગાર કર્યા પછી તૈયાર થાય છે. આ દરમિયાન તેઓ પોતાના હાથ પર મહેંદી પણ લગાવે છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને મહેંદીની કેટલીક ડિઝાઇન જણાવવા જઈ રહ્યા છે, જેને તમે કરવા ચોથના અવસરે હાથ પર લગાવી શકો છો.
આ પણ વાંચો - Karwa Chauth Wishes in Gujarati: આ ખૂબસૂરત મેસેજ સાથે જીવનસાથીને આપો કરવા ચોથની શુભકામનાઓ, પ્રેમ વધશે
પતિને ચાળણીમાંથી જોતા મહેંદી ડિઝાઇન (Karwa Chauth 2024 Mehndi Designs)

- કરવા ચોથની રાત્રે જ્યારે ચંદ્ર દેખાય છે, ત્યારે પત્ની ચાળણીની મદદથી તેના પતિના ચહેરાને જુએ છે.
- આ પ્રકારના ચિત્રને તમે હાથ પર દોરી શકો છો.
- આ માટે આર્ટિસ્ટ દ્વારા એક હાથ પર પતિના ચહેરાની ડિઝાઇન બનાવડાવો.
- બીજી બાજુ પૂજાની થાળી અને ચાળણી સાથે પતિ સામે જોઈ રહેલી પત્નીની તસવીર બનાવડાવો.
- તેની આસપાસ ફૂલપત્તીઓની ડિઝાઇન બનાવો.
કરવા ચોથ ચંદ્રની પૂજા વાળી મહેંદી ડિઝાઇન (Karwa Chauth Chand Mehndi Designs)

- હાથમાં કરવા ચોથ પર જોવા મળતા ચંદ્રની પૂજા વાળી મહેંદી ડિઝાઇન બનાવી શકાય છે.
- આમાં હથેળી પર એક મહિલાની તસવીર અને સાથે ચંદ્રને પણ સુંદર રીતે ડિઝાઇન કરો.
- બીજી બાજુ પતિ-પત્નીની તસવીર બનાવો.
- આજુબાજુ ઝાલર અને ફ્રિન્જ્સની ડિઝાઇનથી હથેળીને ભરવામાં આવી છે.
- આંગળીઓ પક્ષીઓની ડિઝાઇન બનાવો.
ચંદ્ર અને ચાળણીની ડિઝાઇન વાળી મહેંદી (Karwa Chauth Chand Chalni Menhdi Designs)

- ચંદ્ર અને ચાળણીની ડિઝાઇનવાળી મહેંદી લગાવી શકાય છે.
- જેમાં એક મહિલાને પૂજાની થાળી અને બોક્સમાં ચાળણી સાથે ચંદ્રને જોતી બનાવવામાં આવી છે.
- આ ડિઝાઇનની આસપાસ એક સાંકળ પણ બનાવવામાં આવી છે, જેમાં દીવો, હાથી અને ચાળણી બનાવવામાં આવી છે.
- આંગળીઓની ડિઝાઈનને આકર્ષક બનાવવા માટે શેડ કલર્સથી ફૂલો બનાવવામાં આવ્યા છે.
Image Credit-Instagram- Monali Krishna Mehndi, Stylish Mehndi Design