Dhebra Recipe: શિયાળામાં ટ્રાય કરો અડદના ઢેબરા, જાણો આદિવાસી સ્ટાઇલમાં બનાવવાની ખાસ રીત

અડદના લોટમાંથી બનતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આદિવાસી ઢેબરા ઘરે બનાવો. જાણો અડદના ઢેબરા બનાવવા માટેની સામગ્રી અને સરળ રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 28 Nov 2026 02:09 PM (IST)Updated: Sat, 28 Nov 2026 02:09 PM (IST)
how-to-make-traditional-adivasi-adad-na-dhebra-at-home

Adad Na Dhebra Recipe: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ખાણીપીણીનું વિશેષ મહત્ત્વ છે. અહીં વર્ષોથી બનતી કેટલીક વાનગીઓ આજે પણ લોકોના રસોડામાં પોતાની જગ્યા જાળવી રહી છે. આવી જ એક પરંપરાગત વાનગી છે અડદના ઢેબરા. અડદના લોટ અને દેશી મસાલામાંથી બનતા આ ઢેબરા સ્વાદમાં મજેદાર હોય છે. ખાસ વાત એ છે કે તેને સવારના નાસ્તામાં કે સાંજની ચા સાથે પણ ખાઈ શકાય છે. તો ચાલો જાણીએ આદિવાસી પરંપરાથી જોડાયેલી અડદના ઢેબરા બનાવવાની રીત.

અડદના ઢેબરા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ અડદનો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી દહીં
  • 1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • ઝીણી સમારેલી કોથમીર
  • જરૂર મુજબ પાણી
  • શેકવા માટે તેલ

અડદના ઢેબરા બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટા વાસણમાં અડદનો લોટ અને ઘઉંનો લોટ લઈ લો. તેમાં દહીં, આદુ-મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, અજમો, જીરું અને મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખીને બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.

હવે થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો. લોટ વધારે ઢીલો કે કઠણ ન હોવો જોઈએ. તેને 10થી 15 મિનિટ ઢાંકીને રહેવા દો, જેથી લોટ સારી રીતે સેટ થઈ જાય.

ત્યારબાદ લોટમાંથી નાના લૂઆ બનાવીને હાથથી અથવા વેલણની મદદથી ઢેબરાના આકારમાં વણી લો. હવે ગરમ તવા પર થોડું તેલ લગાવી ઢેબરાને ધીમા તાપે શેકો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બરાબર પકાવો.

ગરમાગરમ અડદના ઢેબરા તૈયાર છે. તેને લીલી ચટણી, દહીં કે લસણની ચટણી સાથે પીરસી શકો છો.