Figs Health Benefits: પેટની ચરબી અને કોલેસ્ટ્રોલ પણ ઘટશે, તમારા હાર્ટને હેલ્ધી રાખવા માટે આજે જ તમારી વિન્ટર ડાયટમાં અંજીર ઉમેરો

ફાઇબર અને એન્ટી ઑકિસડન્ટથી ભરપુર અંજીર પાચન સુધારવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 28 Dec 2025 07:00 AM (IST)Updated: Sun, 28 Dec 2025 07:00 AM (IST)
winter-super-foods-figs-health-benefits-for-bone-and-osteoporosis
HIGHLIGHTS
  • અંજીરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે, જે ઘણા રોગો સામે રક્ષણ આપે છે.

Figs Health Benefits: શિયાળાને ઘણી રીતે ખાસ માનવામાં આવે છે. ખુશનુમા હવામાનની સાથે-સાથે આ સમય દરમિયાન ખાવા-પીવાના વિકલ્પોમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા માટે આપણે ઘણીવાર આપણા આહારમાં ફેરફાર કરવા પડે છે. આથી હેલ્થ એક્સપર્ટ લોકોને તેમની ડાયટમાં ફળો, શાકભાજી અને સૂકા મેવા સામેલ કરવાની સલાહ આપે છે.

અંજીરએ આ હેલ્ધી ફૂડ પૈકી એક છે, જે શિયાળામાં ખાવા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેના ફાયદા એટલા બધા છે કે, તેને શિયાળાનું સુપરફૂડ કહેવું ખોટું નહીં હોય. જોકે, ઘણા લોકો એવા છે જેઓ તેના ફાયદાઓથી અજાણ છે. આથી આ લેખમાં અમે તમને શિયાળામાં અંજીર ખાવાના ફાયદાઓ વિશે જણાવીશું.

પાચન સુધારે: અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન માટે ફાયદાકારક છે. તેમાં પ્રીબાયોટિક ગુણધર્મો હોય છે, જે આંતરડાના બેક્ટેરિયાને પોષણ આપે છે અને પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. જો તમને વારંવાર કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યા રહેતી હોય, તો અંજીર મદદરૂપ થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ: અંજીર એવા લોકો માટે પણ ફાયદાકારક હોઈ શકે છે, જેઓ વધુ પડતું મીઠું ખાય છે. કારણ કે તેમાં ફાઇબર અને પોટેશિયમ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સંશોધન દર્શાવે છે કે અંજીરનો અર્ક હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર ઘટાડે છે અને તમને હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદય સંબંધિત અન્ય રોગોથી બચાવે છે.

એન્ટી ઑકિસડન્ટોથી ભરપૂરઃ અંજીર પોલીફેનોલ્સ, ફ્લેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન ઈનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે હાનિકારક ફ્રી રેડિકલ દૂર કરે છે અને સેલ્સ અને ટીશ્યુને નુકસાનથી બચાવે છે. તે સોજા ઓછા કરે છે. આથી અંજીર હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને આર્થરાઈટિસના દર્દીઓ માટે બેસ્ટ છે.

હાડકા મજબૂત બનાવેઃ અંજીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક રિસર્ચ દર્શાવે છે કે, અંજીરમાં અન્ય ફળો કરતાં 3.2 ગણું વધુ કેલ્શિયમ હોય છે, જે હાડકાની ડેન્સિટી માટે બેસ્ટ છે અને ઓસ્ટીયોપોરોસિસને અટકાવે છે.

બ્લડ સુગર નિયંત્રિત કરેઃ ફાઇબરથી ભરપૂર હોવાથી અંજીર લોહીમાં સુગરના શોષણને ધીમું કરે છે, જેનાથી બ્લડ સુગરનું લેવલ અચાનક વધતુ અટકાવે છે. આથી ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ ધરાવતા લોકો અંજીરને ખાઈ શકે છે. અંજીરમાં રહેલા એન્ટીઑકિસડન્ટ સેલ્સને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે, જેનાથી ગ્લુકોઝનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે.