Garlic And Health: લસણ ખાવાથી કઈ-કઈ બીમારી દૂર થાય અને કઈ બીમારીમાં લસણનું સેવન કરવું જોઈએ નહીં?

પ્રાચીન કાળથી લસણનો ઉપયોગ શરદીથી બચવા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે કરવામાં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 04 Sep 2025 09:10 PM (IST)Updated: Thu 04 Sep 2025 09:10 PM (IST)
which-diseases-can-be-cured-by-eating-garlic-and-which-diseases-should-not-be-consumed-with-garlic-597516

Garlic And Health: ભારતીય રસોડામાં લસણનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. લસણ ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતું પણ તેને ખાવાથી ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.

પ્રાચીન કાળથી લસણનો ઉપયોગ શરદીથી બચવા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે કરવામાં આવે છે. આ સ્થિતિમાં ચાલો જાણીએ કે લસણ ખાવાથી કયો રોગ મટે છે અને કઈ બીમારીમાં લસણ ન ખાવું જોઈએ?

લસણ ખાવાથી કયો રોગ મટે છે?

  • નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા 55 થી 69 વર્ષની 41,000 મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ, જે મહિલાઓ નિયમિતપણે લસણ, ફળો અને શાકભાજી ખાતી હતી તેમને કોલોન કેન્સરનું જોખમ 35% ઓછું હતું.
  • આ સાથે ઘણા સંશોધનો દર્શાવે છે કે લસણનું તેલ બળતરા વિરોધી તરીકે કામ કરે છે.આ સ્થિતિમાં જો તમે લાંબા સમયથી સાંધા કે સ્નાયુઓમાં દુખાવો અને સોજો અનુભવી રહ્યા છો તો લસણના તેલથી માલિશ કરવાની સલાહ આપવામાં આવે છે.
  • સંશોધન એ પણ દર્શાવે છે કે લસણ તમારી ધમનીઓ(arteries) અને બ્લડ પ્રેશર પર સકારાત્મક અસર કરી શકે છે.
  • સંશોધકો માને છે કે લાલ રક્તકણો લસણમાં રહેલા સલ્ફરને હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસમાં રૂપાંતરિત કરે છે, જેના કારણે રક્તવાહિનીઓ વિસ્તરે છે, જેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું સરળ બને છે.

કયા રોગમાં લસણ ન ખાવું જોઈએ?

  • જોકે લસણનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, પરંતુ જે લોકોને એસિડિટી, પેટનું ફૂલવું જેવી સમસ્યા હોય છે તેમને લસણ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે નીચે જણાવેલ લોકોએ પણ લસણ ન ખાવું જોઈએ.
  • જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છે તેઓએ લસણ ખાવાનું ટાળવું જોઈએ.
    જે લોકોને લીવરની બીમારી છે તેમને લસણ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
  • જો તમે ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતા હોય તો પણ લસણ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
  • જે લોકો સર્જરી કરાવવા જઈ રહ્યા છે તેમને પણ લસણ ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
  • બ્લીડિંગ ડિસઓર્ડર, પાઈલ્સ જેવી સમસ્યા ધરાવતા લોકોને પણ લસણ ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જેમને લસણથી એલર્જી છે તેઓએ પણ તેનું સેવન ન કરવું જોઈએ.