શીમળાના મૂળનો ઉપયોગ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓના ઈલાજમાં કરવામાં આવે છે. આ લેખમાં જુઓ તેના ફાયદા વિસ્તૃતમાં
આપણા આયુર્વેદમાં એવી ઘણી જડી-બુટ્ટીઓ છે, જેનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઈલાજ માટે કરવામાં આવે છે. શીમળો એક એવું ઝાડ છે, જેનું આયુર્વેદમાં ખૂબજ મહત્વ છે. શીમળાના ઝાડમામ રહેલ ઔષધીય ગુણો ઘણા પ્રકારની બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. શીમળાનાં માત્ર મૂળ જ નહીં, પરંતુ રેનાં ફૂલ, પાન, છાલ સહિત બધાનો આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે. આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યા છીએ શીમળાના મૂળના ફાયદા અંગે વિસ્તૃતમાં.
ઉલ્લેખનિય છે કે, શીમળાના મૂળમાં એવાં ઘણાં અત્ત્વો હોય છે, જેના ઉપયોગથી પેટથી લઈને ત્વચા સહોતની અનેલ સમસ્યાનો ઈલાજ કરી શકાય છે. જો તમારા ઘરની આસપાસ શીમળાનું ઝાડ હોય તો તમે ત્યાંથી તેનાં મૂળ લઈ શકો છો. આજકાલ તો આયુર્વેદિક દુકાનો કે ઑનલાઈન પણ શીમળાનાં મૂળ સરળતાથી મળી રહે છે. તમે ઈચ્છો તો ઑનલાઈન ખરીદીને પણ તેનો લાભ લઈ શકો છો. શીમળાનાં મૂળના ફાયદા અંગે જાણવા માટે અમે સિરસાની રામહંસ ચેરિટેબલ હોસ્પિટલના આયુર્વેદિક ડૉક્ટર શ્રેય શર્મા સાથે વાત કરી.
શીમળાના મૂળના 4 આયુર્વેદિક ફાયદા
- ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે શીમળાનાં મૂળ
ડૉક્ટર શ્રેય શર્મા જણાવે છે કે, શીમળાના મૂળનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓના જીલાજ માટે કરવામાં આવે છે. આ માટે તમે શીમળાનાં મૂળના પાવડરનો ઉપયોગ કરી શકો છો. જો તમને ચહેરા પર ખીલ, ડાઘ-ધબ્બા, ચકામાં જેવી સમસ્યા હોય તો, શીમળાના મૂળના પાવડરનું સેવન કરી શકો છો. આ ઉપરાંત તેને પ્રભાવિત જગ્યાએ લગાવી શકો છો. બંને રીતે તેનો ઉપયોગ કરવાથી તમને લાભ મળશે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં નિખાર આવશે અને ત્વચાની ચમક પણ વધશે. - દુખાવામાં રાહત આપે છે શીમળાનાં મૂળ
શીમળાનામ મૂળ પેન કિલર તરીકે કામ કરે છે. જો તમારા શરીરમાં દુખાવો રહેતો હોય તો, શીમળાના ઝાડનાં મૂળના પાવડરનું સેવન કરી શકાય છે. નિયમિત પાણી સાથે શીમળાના મૂળના પાવડરનું સેવન કરવાથી દુખાવામાં આરામ મળી શકે છે. પરંતુ જો તમને કોઈ ગંભીર બીમારીના કારણે દુખાવો થતો હોય તો, ડૉક્ટરની સલાહ બાદ જ શીમળાના મૂળનો ઉપયોગ કરવો જોઈએ. - પેટની બીમારીઓ ઠીક કરે છે શીમળાનાં મૂળ
શીમળાનાં મૂળ પેટની બીમારીઓ ઠીક કરવામાં ખૂબજ અસરકારક ગણાય છે. જો તમે નિયમિત તેનાં મૂળનું સેવન કરશો તો, તમને પેટ સંબંધિત સમસ્યાઓમાં બહુ આરામ મળશે. શીમળાનાં મૂળના પાવડરનું સેવન કરવાથી તમને અપચો, ગેસ, કબજિયાતની સમસ્યામામ બહુ રાહત મળે છે. એટલું જ નહીં, જો તમને ઝાડાની સમસ્યા હોય તો, શીમળાનાં મૂળ ખૂબજ પ્રભાવી ગણાય છે. પરંતુ જો તમને પાઈલ્સ, હર્નિયા જેવી ગંભીર બીમારીઓ હોય તો, ડૉક્ટરની સલાહ બાદ જ શીમળાનાં મૂળના પાવડરનું સેવન કરવું. આ બીમારીઓમાં ડૉક્ટરની સલાહ વગર સેવન ન કરવું જોઈએ. - રક્તસ્ત્રાવને અટકાવે છે શીમળાનાં મૂળ
શીમળાનાં મૂળનો ઉપયોગ રક્તસ્ત્રાવને રોકવામાં બહુ કારગર ગણાય છે. જો તમને રક્તસ્ત્રાવ સંબંધિત કોઈ સમસ્યા હોય તો, ડૉક્ટરની સલાહ બાદ જ શીમળાનાં મૂળના પાવડરનું સેવન કરી શકાય છે. તેનાથી તમને ઘણો આરામ મળી શકે છે.
શીમળાના ઝાડનાં મૂળનું સેવન કરવાની રીત
શીમળાનાં મૂળનું સેવન કરવા માટે સૌથી પહેલામ તેનો પાવડર બનાવી લો. જો તમારી પાસે શીમળાનાં મૂળ ન હોય તો, તમે તેને ઑનલાઈન પણ ખરીદી શકો છો. આ ચૂર્ણ કે પાવડરને ગરમ પાણી સાથે લઈ શકાય છે. તેનાથી તમને બહુ ફાયદો મળશે. પરંતુ જો તમને કોઈ બીમારી રહેતી હોય તો, ડૉક્ટરની સલાહ વગર શીમળાના મૂળના પાવડરનું સેવન ન કરવું જોઈએ.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.