Dehydration Symptoms: દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ભારે ગરમીના કારણે વારંવાર તરસ લાગે છે. ઉનાળામાં વ્યક્તિએ શરીરમાં પાણીની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર લોકો જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીતા હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં શરીરના અન્ય લક્ષણો પર પણ ધ્યાન રાખવું જરૂરી છે. જાણો કયા કયા લક્ષણો છે જે ડિહાઇડ્રેશનના સંકેત આપે છે.
વ્યક્તિના શરીરમાં પાણીની ઉણપ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સને બગાડી દે છે. જેના કારણે વ્યક્તિએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રહેવા પર બ્લડ પીએચ નોર્મલ રહે છે. તે દિલના ધબકારા, લોહીમાં લિક્વિડ લેવલને કંટ્રોલ કરે છે અને સ્નાયુઓ, ચેતા અને હાર્ટ વચ્ચેના સંચારમાં મદદ કરે છે.
તરસ
સૌથી મોટો સંકેત તરસ લાગવી છે.
માથાનો દુખાવો
ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપ ચેતા કોષોમાં યોગ્ય રીતે મેસેજને પહોંચાડવામાં મુશ્કેલી ઊભી કરે છે. જેના કારણે માથાનો દુખાવો થઈ શકે છે. માથાનો દુખાવો થવા પર તરત જ પાણી અથવા લિક્વિડ પીવાથી દુખાવાની સમસ્યા દૂર થઈ શકે છે.
શરીરમાં સ્ટિફનેસ
આખા શરીરમાં સ્ટિફનેસ અનુભવવી પણ ડિહાઇડ્રેશનનો સંકેત છે.
સ્કિન ડ્રાયનેસ
સ્કિનમાં જો વધુ પડતી ડ્રાયનેસ થઈ રહી છે તો તે એક સંકેત છે કે શરીરમાં પાણીની ઉણપ છે.
ડ્રાયલિપ્સ, ડ્રાય માઉથ
મોઢાની આસપાસ અને મોઢામાં ડ્રાયનેસ અનુભવાય છે અથવા હોઠ ખૂબ શુષ્ક ડ્રાય થઈ રહ્યા છે. તો ડાયટમાં લિક્વિડ વસ્તુઓનું પ્રમાણ વધારો.
સ્નાયુ ખેંચાણ
પાણીની ઉણપના કારણે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ બગડે છે. જેના કારણે સ્નાયુઓને મેસેજ મળી શકતો નથી અને તેમાં દુખાવો શરૂ થઈ જાય છે.
પેશાબનો રંગ
પેશાબના રંગ પરથી શરીરમાં પાણીની ઉણપનો અંદાજ લગાવી શકાય છે. જો પેશાબનો રંગ પીળો કે ઘેરો પીળો હોય તો શરીરમાં પાણીની ઉણપ હોવાનો સંકેત છે.
કબજિયાત
પાણીની અછત ભોજનના શોષણમાં અવરોધે છે. જેના કારણે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે.
ક્યારે પાણી પીવું છે સારું
શારીરિક એક્ટિવિટી, જીમ, કસરતના બે કલાક પહેલા પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
