Heatwave Affecting Brain, Eyes:હીટવેવ-ભીષણ ગરમીની મગજ-આંખો પર થાય છે ગંભીર અસર; ડોક્ટર્સે આપી ચેતવણી, તમારે શું કરવું જોઈએ તે જાણો

ડોક્ટરોનું કહેવું છે કે હીટવેવ સાથે સંકળાયેલ બીમારીઓન દર્દીઓ સતત વધી રહ્યા છે. તેમનામાં આંખોમાં બળતરા, ડિહાઈડ્રેશનથી માથુ દુખવું અને મગજ સંબંધિત સમસ્યાના લક્ષણોનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 23 May 2026 07:11 PM (IST)Updated: Sat, 23 May 2026 07:12 PM (IST)
heatwave-intense-heat-has-serious-effects-on-the-brain-and-eyes-doctors-warn

Heatwave Affecting Brain, Eyes: દેશના અનેક વિસ્તારોમાં અત્યારે હીટવેવનો માહોલ છે અને ડોક્ટરોએ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી ઊંચા તાપમાનની સ્થિતિમાં રહેવાથી શારીરિક સ્વાસ્થ ઉપરાંત આંખો અને મગજ પર ગંભીર અસર થાય છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો તથા અગાઉથી બીમાર લોકો પર તેની વ્યાપક માઠી અસર થાય છે.

આંખમાં બળતરા, ડિહાઈડ્રેશનથી માથુ દુખે

ડોક્ટરોનું કહેવું છે કે હીટવેવ સાથે સંકળાયેલ બીમારીઓન દર્દીઓ સતત વધી રહ્યા છે. તેમનામાં આંખોમાં બળતરા, ડિહાઈડ્રેશનથી માથુ દુખવું અને મગજ સંબંધિત સમસ્યાના લક્ષણોનો સમાવેશ થાય છે.

લોકોને માઈગ્રેનને ટ્રિગર કરી શકે

ભીષણ ગરમી અને તડકામાં વધારે સમય પસાર કરવાથી લોકોને માઈગ્રેનને ટ્રિગર કરી શકે છે. વધારે પડતી ગરમી અને ડિહાઈડ્રેશન મગજમાં લોહીના પ્રવાહને અસર કરી શકે છે. ઈલેક્ટ્રોલાઈટ સંતુલન બગાડી શકે છે અને ચેતાતંતુની સમગ્ર વ્યવસ્થા પર ગંભીર અસર કરી શકે છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે સતત ભ્રમ, બોલવામાં તકલીફ પડવી, વધારે ઊંઘ આવવી, હાર્ટ એટેકનું જોખમ અથવા બેભાન થઈ જવું વગેરે તેના લક્ષણોને નજર અંદાજ ન કરી શકાય. તે ગંભીર પ્રકારની ન્યુરોલોજીકલ સ્થિતિના સંકેત આપે છે અને તેની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે.

કેવી રીતે બચી શકાય છે

સામાન્ય રીતે બપોરના સમયે બહાર નિકળવાથી બચવું જોઈએ.જો બહાર નિકળવું જરૂરી હોય તો છત્રી, સનગ્લાસ સાથે રાખવા જોઈએ અને માથુ ઢાંકીને રાખવું જોઈએ. શરીરને હાઈડ્રેડ રાખવું જરૂરી છે. કારણ કે વધારે પરસેવો છૂટવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. ભ્રમ અને ન્યૂરોલોજીકલ સમસ્યા સર્જાઈ શકે છે.

ગરમીમાં આંખોના સ્વાસ્થ પર વિશેષ ધ્યાન રાખવું

આ ઉપરાંત લોકોએ નારિયેળ પાણી, છાશ અને તાજા ફળોના જ્યુશ જેવા ઈલેક્ટ્રોલાઈટથી ભરપૂર પે પદાર્થો લેવાની સલાહ છે. ડોક્ટરોનું કહેવું છે કે ગરમીમાં આંખોના સ્વાસ્થ પર વિશેષ ધ્યાન આપવામાં આવતુ નથી પણ હકીકતમાં આંખોને લગતી સમસ્યા વધી શકે છે. આંખોમાં બળતરા, લાલ થઈ જવી અને આંખોમાં સતત તણાવની સમસ્યા સર્જાય છે. અનેક લોકોને તો બળતરા, આંખમાંથી પાણી આવવું વગેરે સમસ્યા હોય છે.