Baldness Treatment: હવે ટાલિયાપણાંથી મળશે મુક્તિ, વાળને કુદરતી રીતે ઉગાડવા માટે સરસવના તેલમાં આ વસ્તુઓ ભેળવીને જાદુ જુઓ

શું તમે પણ વાળ ખરવાની અને માથામાં ટાલ પડવાની સમસ્યાથી ચિંતિત છો અને મોંઘીદાટ સારવાર પોષાય તેમ નથી, તો તમે અહીં જણાવેલા અસરકાર આયુર્વેદિક નુસખા અજમાવી શકો છો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Apr 2026 05:48 PM (IST)Updated: Fri, 24 Apr 2026 05:48 PM (IST)
stop-hair-fall-naturally-powerful-mustard-oil-remedies-for-baldness-treatment
HIGHLIGHTS
  • વાળના નેચરલ ગ્રોથ માટે સરસવનું તેલ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે

Baldness Treatment: આજકાલ સ્ટ્રેસ, ખાણી-પીણીની ખોટી આદતો અને પ્રદૂષણના કારણે વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.

ખાસ કરીને માથાના કેટલાક ભાગોમાં વાળ ખરવાના કારણે ટાલ સ્પષ્ટ દેખાવા લાગે છે. આ સમસ્યાને લઈને આયુર્વેદમાં અનેક કુદરતી નુસખા જણાવવામાં આવ્યા છે, જેને લઈને વાળ જડમૂળથી મજબૂત થાય છે અને ગ્રોથ પણ ઝડપી બને છે.

સરસીયું (સરસવનું તેલ) Mustard Oil For Baldness Treatment

સરસવનું તેલ વાળ માટે ખાસ માનવામાં આવે છે, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન E અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. જો તેમાં કેટલીક અન્ય કુદરતી વસ્તુઓ ઉમેરવામાં આવે, તો તે ટાલિયાપણું (Hair loss) દૂર કરવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે:

મેથીના દાણા: મેથીના દાણામાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે. સરસવના તેલમાં મેથીના દાણા નાખીને ગરમ કરો અને ઠંડુ થયા પછી માથામાં માલિશ કરો. તેનાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને નવા વાળ ઉગવામાં મદદ મળશે.

ડુંગળીનો રસ: ડુંગળી સલ્ફરથી ભરપૂર હોય છે, જે કોલેજનનું ઉત્પાદન વધારે છે. સરસવના તેલમાં થોડો ડુંગળીનો રસ ભેળવીને લગાવવાથી ટાલવાળી જગ્યા પર વાળ ઉગવાની શક્યતા વધે છે.

મીઠો લીમડો (કરી પત્તા): મીઠા લીમડાના પત્તા વાળને અકાળે સફેદ થતા અટકાવે છે. જેમાં કરી પત્તામાં એન્ટી ઑક્સીડેન્ટ ગુણ હોય છે. સરસવના તેલમાં કરી પત્તા નાંખીને સામાન્ય ઉકાળવાથી તે વધારે અસરકાર નીવડે છે.

આમળાઃ આમળા વિટામિન C નો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને તે વાળના મૂળને પોષણ આપીને ટાલ પડતી અટકાવે છે. સરસવના તેલમાં આમળાનો પાવડર અથવા તાજા ટૂકડા નાખીને લગાવવાથી સ્કેલ્પ હેલ્ધી બને છે.

લીમડાના પાન: લીમડામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણો હોય છે. ટાલિયાપણું આવવાનું એક કારણ ખોડો અને સ્કેલ્પ ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. સરસવના તેલમાં લીમડાના પાન નાખીને લગાવવાથી સ્કેલ્પ સાફ રહે છે.

આદુ: આદુ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને વાળ ખરતા અટકાવે છે. સરસવના તેલમાં આદુનો રસ અથવા ટૂકડા નાખીને લગાવવાથી નવી ગ્રોથની શક્યતા વધે છે.

એલોવેરા (કુંવારપાઠું): એલોવેરા વાળને હાઈડ્રેશન અને પોષણ આપે છે. તેમાં રહેલા એન્ઝાઇમ્સ હેર ફોલિકલ્સને એક્ટિવેટ કરે છે. સરસવના તેલમાં એલોવેરા જેલ ભેળવીને લગાવવાથી વાળ મજબૂત અને ઘટ્ટ બને છે.

ઉપયોગ કરવાની રીત

  • એક કાચની બોટલમાં સરસવનું તેલ લો.
  • તેમાં તમારી પસંદગી મુજબ લીમડો, મીઠો લીમડો, આમળા, એલોવેરા, આદુનો રસ, ડુંગળીનો રસ અથવા મેથીના દાણા ઉમેરો.
  • આ મિશ્રણને હળવું ગરમ કરો અને એક અઠવાડિયા સુધી તેને એમ જ રહેવા દો (જેથી તત્વો તેલમાં ભળી જાય).
  • ત્યારબાદ આ તેલથી અઠવાડિયામાં 2 થી 3 વાર સ્કેલ્પ પર સારી રીતે માલિશ કરો.