Arthritis Symptoms: સંધિવાની શરૂઆતમાં શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, સાધારણ સમજી ઈગ્નોર કરશો તો ચાલી પણ નહીં શકો

મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, 'સંધિવા' એ ઘડપણમાં થતી બીમારી છે. જો કે આર્થરાઈટિસ કોઈ પણ વયના લોકોને થઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Sep 2025 11:15 PM (IST)Updated: Tue, 09 Sep 2025 11:15 PM (IST)
rheumatoid-arthritis-symptoms-early-signs-joint-pain-in-gujarati
HIGHLIGHTS
  • સાંધામાં દુખાવાને આપણે શરીરમાં કેલ્શિયમની ઉણપ માનતા હોઈએ છીએ
  • સંધિવાની શરૂઆતમાં સાંધામાં ધીમે-ધીમે તીવ્ર દુખાવો ઉપડે છે

Arthritis Symptoms: આર્થરાઇટિસ જેને ગુજરાતીમાં આપણે 'સંધિવા'ના નામે ઓળખીએ છે, તે સાંધા સબંધિત એક ગંભીર બીમારી છે. જેમાં રૂમેટાઈડ આર્થરાઈટિસ સૌથી સામાન્ય હોય છે. જે એક ઑટોઈમ્યુન બીમારી છે, જેમાં શરીરની એન્ટી બૉડીઝ પોતાના જ સાંધા અર્થાત જૉઈન્ટ પર એટેક કરે છે.

સંધિવામાં સાંધામાં તીવ્ર દુખાવો ઉપડે છે, જે તમારી જીવનશૈલીને પણ અસર કરે છે. જો સમયસર સંધિવાને ઓળખી લેવામાં આવે, તો તેની ઉમદા સારવાર સંભવ છે.

સંધિવાના શરૂઆતના સંકેતોને સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આ બીમારી ધીમે-ધીમે શરીરના જૉઈન્ટને નુકસાન પહોંચાડે છે. આ અંગે જાણીતા ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રિયંકા પાસેથી જાણીએ કે, સંધિવાના શરૂઆતમાં ક્યા લક્ષણો જોવા મળે છે, જેને અવગણવાથી ગંભીર પરિણામ આવી શકે છે.

naidunia_image

સંધિવાની શરૂઆતમાં શરીર આપે છે આ સંકેત (Early Signs Of Arthritis)

  • જો સવારે ઉઠતાવેંત તમારી કમર, આંગળીઓ કે અન્ય સાંધા જકડાઈ જાય, તો તે સંધિવાનો સંકેત હોઈ શકે છે. આ સંકેતને ઈગ્નોર કરવામાં આવે, તો લાંબા ગાળે સમસ્યા વકરી શકે છે.
  • સંધિવાની શરૂઆતમાં વ્યક્તિને ખૂબ જ થાક અને નબળાઈનો અહેસાસ થઈ શકે છે. કોઈ પણ કામ કર્યાં વિના વ્યક્તિનું શરીર થાકેલું લાગવા માંડે છે.
  • આર્થરાઈટિસના દર્દીઓમાં ભૂખની કમી અને અચાનક વજન ઘટવું સૌથી સામાન્ય છે. જો તમને પણ લાંબા સમય સુધી ભૂખ ઓછી લાગી રહી હોય અને વજન પણ ઉતરી રહ્યું હોય, તો તેને નજરઅંદાજ ના કરશો.
  • સંધિવાની શરૂઆતના લક્ષણોમાં લોકોને તાવ અને રાતના સમયે પરસેવો વળવો જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ સંકેત દર્શાવે છે કે, તમારા શરીરમાં ઈન્ફ્લેમેશન થઈ રહ્યું છે અને તમારી ઈમ્યુન સિસ્ટમ શરીર પર એટેક કરી રહી છે.