Pancreatic Cancer: પેન્ક્રીયાસ કેન્સરને ઓળખવામાં ભલભલા થાપ ખાઈ જાય છે, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબની સલાહ લો

કેન્સર એક જીવલેણ બીમારી છે, જે થવાથી શરીરના સેલ્સને સૌથી વધુ નુકસાન થાય છે. જેના પરિણામે ધીમે-ધીમે શરીરના એક પછી એક ઓર્ગન કામ કરવાનું બંધ કરી દે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Sep 2025 05:04 PM (IST)Updated: Tue, 09 Sep 2025 05:04 PM (IST)
health-tips-in-gujarati-pancreatic-cancer-symptoms-early-warning-signs
HIGHLIGHTS
  • સ્વાદુપિંડનું કેન્સર એક સાઈલન્ટ કિલર માનવામાં આવે છે

Pancreatic Cancer: સ્વાદુપિંડ અર્થાત પેન્ક્રીયાસ કેન્સરને કેન્સરના સૌથી ગંભીર પ્રકાર પૈકી એક માનવામાં આવે છે. આ એક એવું કેન્સર છે, જેને શરૂઆતના સ્ટેજમાં ઓળખવામાં મોટાભાગના લોકો થાપ ખાઈ જતા હોય છે. જેનું મુખ્ય કારણ આ કેન્સરના લક્ષણો ત્યાં સુધી ખબર નથી પડતી, જ્યાં સુધી કેન્સર એડવાન્સ સ્ટેજમાં ના પહોંચી જાય.

આથી જ પેન્ક્રીયાસ કેન્સરને પારખવું મુશ્કેલ હોય છે અને તેની સારવારમાં વિલંબ થઈ જાય છે. આ એક એવી બીમારી છે, જે કોઈ સ્પષ્ટ લક્ષણ વિના શરીરમાં ધીમે-ધીમે વધતી રહે છે. આથી જ પેન્ક્રીયાસ કેન્સરને 'સાઈલેન્ટ કિલર' પણ કહેવામાં આવે છે.

જો કે કેટલાક લક્ષણોની મદદથી પેન્ક્રિયાસ કેન્સરને ઓળખી શકાય છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. જેથી આપને સાચી અને યોગ્ય માહિતી મળી રહે.

પેન્ક્રિયાસ કેન્સરના લક્ષણો (Pancreatic Cancer Symptoms)

પીઠ સુધી ફેલાય, તેવો પીઠનો દુખાવો: પેટમાં દુખાવો પેન્ક્રીયાસ કેન્સરનું એક સૌથી સામાન્ય લક્ષણ છે. આ દુખાવો સામાન્ય રીતે પેટના ઉપરના ભાગમાંથી શરૂ થાય છે અને ધીમે-ધીમે પીઠ સુધી ફેલાઈ જાય છે. આ દુખાવો સતત નથી રહેતો. ખાસ રીને જમ્યા બાદ કે સૂતી વખતે આ દુખાવો તીવ્ર થઈ જાય છે.

કમળો: કમળો પેન્ક્રીયાસ કેન્સર થવાનો એક મોટો સંકેત છે. ખાસ કરીને ત્યારે, જ્યારે ટ્યુમર પેન્ક્રીયાસના શરૂઆતના ભાગમાં હોય છે. જેમાં સ્કિન, નખ અને આંખોનો સફેદ ભાગ પીળો પડવા લાગે છે. આ સાથે જ યુરિન અર્થાત પેશાબનો રંગ પણ ઘાટો પીળો અથવા ભૂરો થઈ જાય છે. તેમજ શરીર પર ખંજવાળ આવવી પણ કમળાનું લક્ષણ છે. આવું બિલિરૂબીન વધવાના કારણે થાય છે.

અચાનક વજન ઘટવું: ડાયટિંગ કે એક્સરસાઈઝ વિના અચાનક અને ઝડપથી વજન ઉતરવા લાગે, તો એક પેન્ક્રીયાસ કેન્સરની વૉર્નિંગ સાઈન હોઈ શકે છે. કેન્સર સેલ્સ શરીરની એનર્જીનો ઉપયોગ કરે છે. આ સાથે જ ડાઈઝેસ્ટિવ એન્જાઈમનું યોગ્ય સીક્રેશન ના થવાથી ખોરાક વ્યવસ્થિત પચતો નથી. જેના કારણે વજન સડસડાટ ઉતરવા લાગે છે.

naidunia_image

ઉબકા અને ઉલટી આવવી: જ્યારે ટ્યૂમર વધીને પેટના કેટલાક ભાગ પર દબાણ બનાવે, ત્યારે ખોરાક આંતરડા સુધી વ્યવસ્થિત રીતે પહોંચી નથી શકતો. આથી જમ્યા પછી તરત જ ઉલટી અને ઉબકા આવવા લાગે છે.

પાચન સબંધિત સમસ્યા: પેન્ક્રિયાસ ડાઈઝેસ્ટિવ એન્જાઈમ્સનું સીક્રેશન કરે છે. કેન્સરના કારણે આ એન્જાઈમ ઓછા બને છે. જેના પરિણામે ખોરાક વ્યવસ્થિત રીતે પચી નથી શકતો. જેનાથી પેટમાં સોજા આવવા, ગેસ, અપચો અને ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે.

ડાયાબિટીસ અચાનક બેકાબુ બને: પેન્ક્રિયાસ ઈસ્યુલિન બનાવવાનું કામ કરે છે. જો કો વયસ્ક વ્યક્તિને અચાનક ડાયાબિટીશ થઈ જાય અથવા જેને પહેલાથી ડાયાબિટીસ હોય અને તેમનું બ્લડ સુગર લેવલ અચાનક કંટ્રોલની બહાર જતું રહે, તો તે પેન્ક્રિયાસ કેન્સરનું એક લક્ષણ હોઈ શકે છે.

થાક અને નબળાઈ: કોઈ કારણ વિના સતત થાક અને નબળાઈનો અહેસાસ રહેતો, હોય તો તે પણ પેન્ક્રિયાસ કેન્સરનું ગંભીર લક્ષણ છે.