Radish Benefits and Side Effects: મૂળાના સેવનથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. મૂળામાં વિટામીન-એ, બી, સી, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયોડિન અને સોડિયમ મળે છે, જે ઘણા રોગોમાં ફાયદાકારક હોય છે.
મૂળાના ફાયદા હોવાની સાથે કેટલાક નુકશાન પણ છે. કેટલીક સમસ્યાઓ ધરાવતા લોકોએ મૂળાનું સેવન ટાળવું જોઈએ. નહીં તો સમસ્યા થઈ શકે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો મૂળાના ફાયદા અને ગેરફાયદા.
મૂળાના સેવનના ફાયદા - Radish Benefits in Gujarati
પાચનતંત્ર મજબૂત બને છે
- પેટ સંબંધિત વિકારોને દૂર કરવામાં મૂળા મદદગાર સાબિત થાય છે.
- તેમાં સારી માત્રામાં અદ્રાવ્ય ફાઇબર મળી આવે છે.
- ફાઈબરયુક્ત ખોરાકનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે.
- મૂળાના સેવનથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે
- મૂળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી હાઈ બીપી કંટ્રોલમાં રહે છે.
- હેલ્થ એક્સપર્ટના મતે પોટેશિયમ રિચ ફૂડ ખાવાથી હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
- મૂળામાં એન્થોસાયનિન જોવા મળે છે, જે શરીરમાં રક્ત પરિભ્રમણને સરળ બનાવવામાં મદદ કરે છે.
શુગર કંટ્રોલમાં મદદરૂપ
- હેલ્થ એક્સપર્ટ્સના મતે મૂળાનું સેવન કરવાથી કિડની સ્વસ્થ રહે છે. તેનાથી શરીરમાં પાણીની ઉણપ નથી થતી.
- મૂળાના સેવનથી ટોક્સિન બહાર નીકળી જાય છે.
- મૂળા લીવર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- ઘણા રિસર્ચ દર્શાવે છે કે, મૂળા માત્ર કિડની માટે જ નહીં પરંતુ લીવર માટે પણ ફાયદાકારક છે.
મૂળા ખાવાના ગેરફાયદા - Radish Side Effects
હાઈપોટેન્શનના દર્દીઓએ મૂળાથી દૂર રહેવું જોઈએ
- મૂળાના વધુ પડતા સેવનથી લો બીપી અથવા હાઈપોટેન્શન થઈ શકે છે.
- આ સમસ્યાથી પરેશાન વ્યક્તિએ મૂળાનું સેવન ટાળવું જોઈએ અથવા તેનું મર્યાદિત માત્રામાં સેવન કરો.
- બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે દવા લેતા વ્યક્તિએ ડાચટમાં મૂળાનો સમાવેશ કરવો જોઈએ નહીં.
શરીરમાં થઈ શકે છે પાણીની ઉણપ
- મૂળાના વધુ પડતા સેવનથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.
- મૂળા ખાવાથી વારંવાર પેશાબ થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે.
- વધુ પડતા મૂળા ખાવાથી ડિહાઈડ્રેશનનો શિકાર થઈ શકાય છે.
અતિરેક આયર્ન
- મૂળાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં આયર્નની વધુ માત્રા બની શકે છે.
- જો શરીરમાં આયર્નની વધુ માત્રા હોય તો અનેક પ્રકારના નુકસાનનો ભોગ બની શકાય છે.
- શરીરમાં આયર્નનું પ્રમાણ વધવાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, પેટ ખરાબ થવું, ચક્કર આવવા, બ્લડ શુગર લેવલમાં ઘટાડો થઈ શકે છે.
