હળદરનું સેવન આપણા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે, હળદર દરેક માટે સમાન લાભો પ્રદાન કરતી નથી. આપણામાંથી ઘણા એવા છે જેમને હળદરથી નુકસાન થાય છે. આજે અમે તમને જણાવીશું કે કયા લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ.
પથરીના દર્દીઓ રહે એલર્ટ
પથરીના દર્દીઓએ હળદરનું સેવન કરતા પહેલા તેમના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વાસ્તવમાં જે લોકોને વારંવાર પથરીની સમસ્યા રહે છે, હળદરનું સેવન કરવાથી આ સમસ્યા વધી શકે છે. તેથી તેઓએ હળદરનું સેવન શક્ય એટલું ઓછું કરવું જોઈએ અને તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ ન કરવું સેવન
આવા લોકો જેમને ડાયાબિટીસ છે, તેઓએ હળદરનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. તેનું કારણ એ છે કે ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર કંટ્રોલ કરવા અને લોહી પાતળું કરે એવી દવાઓ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં હળદરનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં લોહીની માત્રા ઓછી થઈ શકે છે. જેના કારણે શરીરને નુકસાન થશે.
રક્તસ્રાવની સમસ્યામાં કરે છે વધારો
હળદર લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને ધીમી કરે છે. તેથી એવા લોકોને કે જેમને અચાનક નાક અથવા શરીરના અન્ય ભાગોમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય, તેઓએ હળદરનું સેવન ખૂબ ઓછું કરવું જોઈએ. આમાં કોઈપણ પ્રકારની બેદરકારી તેમને નુકસાન પહોંચાડી શકે છે.
કમળાના દર્દીઓએ હળદર ખાવાનું ટાળવું જોઈએ
જે લોકોને કમળો એટલે કે જોઈન્ડિસની સમસ્યા હોય તેમણે હળદરનું સેવન ન કરવું જોઈએ. આ રોગમાંથી સાજા થયા પછી પણ હળદરના સેવન વિશે કોઈપણ નિર્ણય ડોક્ટરની સલાહ પછી જ લેવો જોઈએ.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.