ઠંડીની ઋતુમાં શરીર પર કરો સરસોના તેલથી માલિશ, મળશે 5 જબરદસ્ત ફાયદા

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Mon 24 Oct 2022 01:00 PM (IST)Updated: Mon 24 Oct 2022 01:00 PM (IST)
mustard-oil-body-massage-benefits

Mustard Oil Body Massage Benefits: સરસોના તેલથી માલિશ કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે, જાણો તેના 5 ફાયદા અને બૉડી મસાજની રીત.

સરસોના તેલનું સેવન જેટલું ફાયદાકારક હોય છે, શરીર પર તેની માલિશ પણ એટલી જ લાભદાયક હોય છે. લોકો શરીરની માલિશ માટે દેશી ઘી, નારિયેળ, બદામનું તેલ અને અન્ય એસેન્શિયલ ઑઈલનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે વાતાવરણમાં ઠંડક વધી જાય કે શિયાળાની શરૂઆત થઈ જાય એટલે શરીરની માલિશ કરવા માટે સરસોના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા લાભ મળે છે. સરસોના તેલથી માલિશ કરવાથી શું-શું ફાયદા મળે છે,એ અંગે વધુ માહિતી માટે અમે આયુર્વેદિક ડૉક્ટર ડૉ. ભુવનેશ્વરી (BAMS, Ayurveda) સાથે વાત કરી.

જેમના અનુસાર, સરસોના તેલમાં ઘણા ઔષધીય ગુણો હોય છે, જે હેલ્ધી ફેટ્સનો બહુ સારો સ્ત્રોત છે. તેમાં મોનોઅનસેચુરેએડ ફેટી એસિડ અને પોલિઅનસેચુરેટેડ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તે એન્ટીઑક્સિડેન્ટ્સ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈંફ્હ્લેમેટરી ગુણિની સાથે ઓમેગા-3 અને 6 થી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. જો તમે સરસોના તેલથી માલિશ કરવા ઈચ્છતા હોવ તો તેનાથી અદ્ભુત ફાયદા મળશે. ઘણા લોકો પૂછતા હોય છે કે, સરસોના તેલથી માલિશ કેવી રીતે કરવી? આ લેખમાં અમે તમને સરસોના તેલથી માલિશ કરવાના 5 ફાયદા જણાવશું અને સરસોના તેલથી શરીરની માલિશ કેવી રીતે કરવી એ પણ જણાવશું. ચાલો આ અંગે જાણીએ વિસ્તૃતમાં.

સરસોના તેલથી માલિશ કરવાના પાંચ ફાયદા - benefits of sarso oil body massage

  1. શરીરમાં ગરમાવો આવે છે
    જો તમે સરસોના તેલથી શરીરની માલિશ કરો તો તેનાથી શરીરમાં ગરમાવો આવે છે, કારણકે સરસોનું તેલ ગરમ હોય છે. આ ઠંડીના સમયમાં તમને ગરમાવાનો અનુભવ કરાવશે.
  2. બ્લડ સર્કુલેશનમાં સુધારો કરે
    આ તમારા શરીરમાં બ્લડ સર્કિલેશનને વધારે સારુ કરવા અને બ્લડ ફ્લોને વધારવામાં મદદ કરે છે. જેનાથી શરીરનાં અન્ય અંગો સુધી લોહી અને પોષણ સારી રીતે પહોંચી શકે છે. સાથે-સાથે નસોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
  3. માંસપેશીઓ અને સાંધા જકડાવાની સમસ્યા દૂર કરે
    જેમ-જેમ ઠંડક વધે છે તેમ-તેમ માંસપેશીઓ અને સાંધા અકડાવાની સમસ્યા શરૂ થઈ જાય છે, કેટલાક લોકોને તેનાથી દુખાવો પણ થાય છે. પરંતુ સરસોના તેલથી માલિશ કરવાથી આ સમસ્યા દૂર થાય છે.
  4. હાડકાં મજબૂત કરે
    નિયમિત સરસોના તેલથી શરીરનાં હાડકાં, માંસપેશીઓ અને સાંધાની માલિશ કરવામાં આવે તો, હાડકાં મજબૂત બને છે અને ફ્રેક્ચરનું જોખમ ઓછું થાય છે.
  5. શરીરને આરામ મળે છે
    સરસોના તેલથી માલિશ કરવાથી માંસપેશીઓમાં તણાવ ઓછો થાય છે અને તમને શાંતિનો અનુભવ થાય છે. તેનાથી તમને આરામ અનુભવાશે. તેનાથી ચિંતા અને તણાવ જેવી માનસિક પરિસ્થિતિઓ અને ઊંઘ સાથે સંકળાયેલ સમસ્યા જેમ કે, અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.
  6. પેટા પણ રહે છે હેલ્ધી
    શરીરની માલિશ કરવાથી વાત દોષના સંતુલનને જાળવી રાખવામાં મદદ મળે છે. પેટની મોટાભાગની સમસ્યાઓ ગેસ વધવાના કારણે કે અસંતુલનના કારણે થાય છે. સરસોના તેલથી માલિશ કરવાથી પાચન સારું થાય છે અને તમને અપચો, બ્લોટિંગ, કબજિયાત, પેટમાં સોજો, ગેસ વગેરેથી છૂટકારો મળે છે.

સરસોના તેલથી શરીરની માલિશ કરો -
શરીરની માલિશ કરવા માટે તમારે સૌથી પહેલાં સરસોના તેલને ગરમ કરી લેવું જોઈએ, અને તમે ઈચ્છો તો તેમાં લસણ નાખીને પણ ગરમ કરી શકો છો અને ત્યારબાદ તેને ઠંડુ કરી લો. તેલ નવશેકુ થઈ જાય એટલે તેનાથી આખા શરીર પર માલિશ કરો. સવારના સમયે માલિશ કરવાથી સૌથી વધારે ફાયદા મળે છે.

All Image Source: Freepik.com

Disclaimer
આ માહિતીની સટિકતા, સમયબદ્ધતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવાના હરસંભવ પ્રયત્ન કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાતી જાગરણની નથી. અમારી તમને નમ્ર વિનંતિ છે કે, કોઈપણ ઉપાય અજમાવતાં પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક ચોક્કસથી કરો. અમારો ઉદ્દેશ્ય તમને માહિતી આપવાનો છે.