વાળમાં મિક્સ કરીને લગાવો સરસો અને નારિયેળનું તેલ, મળશે આ 5 ફાયદા

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 21 Sep 2022 12:00 PM (IST)Updated: Thu 22 Sep 2022 09:29 AM (IST)
mustard-oil-and-coconut-oil-mix-for-hair-in-hindi

અમદાવાદ.
સરસોનું તેલ અને નારિયેળનું તેલ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક ગણાય છે. આ સિવાય સરસોના તેલ અને નારિયેળના તેલથી શરીર, ચહેરા અને હાથ-પગની માલિશ પણ કરવામાં આવે છે. તેનાથી ત્વચા ગ્લોઈંગ અને ચમકદાર બને છે. તમે સરસોનું તેલ અને નારિયેળનું તેલ વાળમાં પણ લગાવી શકો છો. ઘણા લોકો વાળમાં સરસોનું તેલ લગાવે છે તો, ઘણા લોકો નારિયેળના તેલથી વાળમાં માલિશ કરે છે. જેનાથી વાળ સાથે સંકળાયેલ નાની-મોટી સમસ્યાઓ દૂર થાય છે. સાથે-સાથે તમારા વાળ કાળા, ભરાવદાર અને મજબૂત પણ બનશે. તમે વિચારતા હશો કે, વાળમાં સરસોનું તેલ અને નારિયેળનું તેલ લગાવવાથી શું ફાયદા થઈ શકે છે? કે પછી નારિયેળનું તેલ અને સરસોનું તેલ એકસાથે લગાવી શકાય કે નહીં? આવો ખૂબસૂરત મેકઓવરની બ્યૂટી એક્સપર્ટ પૂજા ગોયલ પાસેથી જાણીએ વાળમામ સરસોનું તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરી લગાવવાના ફાયદા.

વાળમાં સરસો અને નારિયેળનું તેલ લગાવવાના ફાયદા - Mustard Oil and Coconut Oil Mix for Hair in Hindi

1. વાળ ભરાવદાર બનાવે
આમ તો વાળમાં માત્ર સરસોનું તેલ લગાવવાથી પણ વાળ ભરાવદાર અને જાડા બને છે, પરંતુ જો તમે સરસોના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવશો તો, વાળ મૂળથી મજબૂત બનશે. વાળ પર સરસો અને નારિયેળનું તેલ લગાવવાથી વાળ ભરાવદાર બને છે. સાથે-સાથે વાળનો જથ્થો પણ વધે છે.

2. વાળ ખરતા અટકાવે
સરસોનું તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરી લગાવવાથી વાળ ખરવાની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. જો તમારા વાળા ખરતા હોય તો તમારે સરસોના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરવું જોઈએ. ત્યારબાદ આ મિક્સ તેલને વાળમાં લગાવી એક કલાક બાદ વાળા ધોઈ લેવા જોઈએ. અઠવાડિયામાં બે-ત્રણ વાર આ મિક્સ તેલ વાળમાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યાને ઘણા અંશે નિયંત્રિત કરી શકાય છે.

3. વાળ કાળા કરે
આજકાલ મોટાભાગના લોકોને નાની ઉંમરે જ વાળ સફેદ થવા લાગે છે. જો તમારા વાળ પણ સફેદ થઈ ગયા હોય તો, તમે પણ સરસોના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરી લગાવી શકો છો. આ મિક્સ તેલને વાળમાં લગાવવાથી સફેદ વાળથી છૂટકારો મળી શકે છે અને નવા વાળ કાળા આવે છે.

4. વાળનો વિકાસ થાય
સરસો અને નારિયેળના તેલમાં ભરપૂર પોષકતત્વો હોય છે. જ્યારે આ બંને તેલને ભેગાં કરી વાળમાં લગાવવામાં આવે ત્યારે સ્કેલ્પ પર બ્લડ સર્કુલેશન વધે છે અને તેનાથી વાળનો વિકાસ ઝડપી થાય છે.

5. ડેન્ડ્રફથી છૂટકારો અપાવે
જો તમારા માથામાં ડેન્ડ્રફ એટલે કે, ખોડાની સમસ્યા થઈ હોય તો, તમે વાળમાં સરસો અને નારિયેળનું તેલ મિક્સ કરી લગાવી શકો છો. સરસો અને નારિયેળના તેલથી વાળ અને સ્કેલ્પમાં મસાજ કરવાથી ડેન્ડ્રફથી છૂટકારો મળી શકે છે.

વાળ પર સરસો અને નારિયેળનું તેલ કેવી રીતે લગાવવું?- How to Apply Mustard and Coconut Oil for Hair

તમે વાળને કાળા, ભરાવદાર અને મજબૂત બનાવવા માટે સરસો અને નારિયેળ તેલને મિક્સ કરી લગાવી શકો છો.
આ માટે એક બાઉલમાં બે ચમચી નારિયેળનું તેલ અને બે ચમચી સરસોનું તેલ મિક્સ કરો.
ત્યારબાદ આ તેલને નવશેકું ગરમ કરી લો.
ત્યારબાદ આ તેલથી વાળ અને સ્કેલ્પમાં સરસ મસાજ કરી લો.
સરસો અને નારિયેળના તેલથી વાળમાં અઠવાડિયામાં 2-3 વાર મસાજ કરી શકાય છે.

વાળ લાંઘા, ભરાવદાર, મજબૂત અને કાળા બનાવવા માટે સરસો અને નારિયેળનું તેલ ખૂબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે આ બંને તેલને મિક્સ કરી તમારા વાળમાં લગાવી શકો છો.

Disclaimer: આ માહિતીની સટિકતા, સમયબદ્ધતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવાના હરસંભવ પ્રયત્ન કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ઓન્લીમાયહેલ્થ ડૉટ કૉમની નથી. અમારી તમને નમ્ર વિનંતિ છે કે, કોઈપણ ઉપાય અજમાવતાં પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક ચોક્કસથી કરો. અમારો ઉદ્દેશ્ય તમને માહિતી આપવાનો છે.