How to Stop Overthinking: વધુ પડતું વિચારવું સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, આ રીતે કરો ઓવરથિકિંગને કંટ્રોલ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 07 Sep 2024 04:19 PM (IST)Updated: Sat, 07 Sep 2024 04:20 PM (IST)
how-to-stop-overthinking-follow-these-5-strategies-to-stop-overthink

How to Stop Overthinking: વધુ પડતું વિચારવું એટલે કે ઓવરથિકિંગ ખૂબ જ ખરાબ નકારાત્મક આદત છે. ઓવરથિકિંગ (Overthinking) નો શિકાર બનેલો વ્યક્તિ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઘેરાવા લાગે છે. આજના સમયમાં ઓવરથિકિંગના કારણે ડિપ્રેશન, ચિંતા અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળે છે.

ઓવરથિકિંગને દૂર કરવાની કોઈ દવા નથી. તેનાથી છુટકારો મેળવવા માટે પોતાના પર વિશ્વાસ રાખીને કેટલાક પગલાં લેવાની જરૂર છે. ત્યારે જાણો બેસ્ટ સ્ટ્રેટજી જેને અપનાવીને વ્યક્તિ ઓવરથિકિંગ (Overthinking) થી છુટકારો મેળવી શકે છે.

નકારાત્મક વિચારોથી ધ્યાન હટાવવાનું શીખો

  • જો તમે ઓવરથિકિંગ કરો છો અથવા તમને લાગે છે કે તમે ઓવરથિકિંર બની રહ્યા છો. આવી સ્થિતિમાં પોતાને મનપસંદ કામમાં વ્યસ્ત રાખો.
  • પોતાને નકારાત્મક વિચારોથી ડિસ્ટ્રેક્ટ કરવાનો પ્રયાસ કરો.
  • તમારી પસંદ મુજબ રસોડામાં નવી રેસીપી પણ અજમાવી શકો છો.
  • તમે વર્કઆઉટ ક્લાસ અને પેઇન્ટિંગ જેવી એક્ટિવિટીમાં સમય પસાર કરી શકો છો.
  • તમે મનપસંદ કામમાં વધુ વ્યસ્ત અને ખુશ રહેશો, તો પછી વધારે વિચારવાની જરૂર રહેશે નહીં.

ઊંડો શ્વાસ લો

  • ઓવરથિકિંગ વ્યક્તિને માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક રીતે પણ પરેશાન કરી શકે છે.
  • માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે શાંત જગ્યાએ બેસીને ઊંડા શ્વાસ લેવા જરૂરી છે.
  • આમ કરવાથી મન અને શરીર બંને હળવાશ અનુભવશે.
  • આ આદત મનમાં ચાલતા નકારાત્મક વિચારોને દૂર રાખવામાં પણ મદદ કરશે.

પરફેક્શનની રાહ જોવાનું બંધ કરો

  • ઓવરથિકિંગને કંટ્રોલ કરવાની આ સૌથી મહત્વપૂર્ણ રીત છે.
  • આપણે બધા જે પરફેક્શનની રાહ જોઈએ છે, તેને બંધ કરી શકીએ છીએ.
  • મહત્વાકાંક્ષી બનવું સારું છે પરંતુ સંપૂર્ણતા માટેનું લક્ષ્ય અવાસ્તવિક, અવ્યવહારુ અને કમજોર કરનાર છે.

પૂરતી ઊંઘ છે જરૂરી

  • ઘણા હેલ્થ એક્સપર્ટ માને છે કે, શરીરને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે.
  • ઓછી ઊંઘ અથવા ઉંઘ ન આવવાથી વ્યક્તિના જીવનમાં ચિંતા અને ઉદાસીની લાગણી વધી શકે છે. જેને ઓવરથિંકીંગનું લક્ષણ માનવામાં આવે છે.
  • મન અને શરીરને સારી રીતે આરામ મળે તે માટે પ્રતિ રાત્રે 7-9 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવવાની ખાતરી કરો.

ટ્રિગર પોઈન્ટ સમજો

  • દરેક વ્યક્તિ પાસે અમુક ટ્રિગર પોઈન્ટ હોય છે. ત્યાં પહોંચીને તે ઓવરથિકિંગ કરવા લાગે છે.
  • ટ્રિગર પોઈન્ટ પર પકડ બનાવીને ઓવરથિકિંગની સમસ્યામાંથી બહાર નીકળી શકાય છે.
  • તમારી જાતને સકારાત્મક વાતાવરણમાં સામેલ કરવાનો પ્રયાસ કરો.