Detox Water For Weight Loss And Glowing Skin: લોકો પોતાની સુંદરતા જાળવી રાખવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરે છે. ઘણી મહિલાઓ એક ઉપાય તરીકે ડિટોક્સ વોટરનો ઉપયોગ કરે છે. હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદીની દીકરી અલાયા એફેએ એક ડિટોક્સ રેસિપી શેર કરી છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, આ એક એવું ડ્રિંક છે, જે તે રોજ પીવે છે.
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ડિટોક્સ ડ્રિંકની રેસિપી શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'શરીરને ડિટોક્સ કરવાની સૌથી સરળ રીત? ડિટોક્સ વોટર મારા માટે ગેમ ચેન્જર છે. હું દરરોજ સવારે તેનો એક જગ બનાવું છું અને દિવસભર તેમાંથી થોડા ગ્લાસ પીઉં છું! તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત શરીર માટે ખૂબ સારું છે. તે વેટ લોસ, એનર્જી લેવલ, પીએચ લેવલ, ત્વચા, રોગપ્રતિકારક શક્તિમાં મદદ કરે છે અને ખૂબ જ હાઇડ્રેટિંગ છે. તેને બનાવવામાં માત્ર 5 મિનિટ લાગે છે પરંતુ ઘણો મોટો ફરક જોવા મળે છે.'
સામગ્રી
- ફુદીનાના થોડા પાંદડા
- કાકડીના થોડા ટુકડા
- લીંબુના થોડા ટુકડા
- 1 જગ પાણી
વિધિ
- કાચની બરણીમાં કાકડીના કેટલાક ટુકડા અને લીંબુના ટુકડા નાખો.
- તેમાં ફુદીનાના પાન અને થોડો લીંબુનો રસ પણ ઉમેરી દો.
- પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરીને રેફ્રિજરેટરમાં રાખી દો.
- પાણી ઠંડુ થવા પર આખા દિવસમાં કેટલાક ગ્લાસ પાણી પીવો.
ફુદીના, કાકડી અને લીંબુના પાણીનું મિશ્રણ કેવી રીતે કામ કરે છે?

ફુદીના
ફુદીનો પાચન અને વજન ઘટાડવામાં મદદ કરવાની સાથે શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે. ફુદીનામાં ખાંડ અને કેફીન હોતી નથી અને તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે.
કાકડી
કાકડીમાં 96 ટકા પાણી હોય છે અને તે હાઇડ્રેશન પ્રદાન કરે છે. કાકડી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને આંતરડાને સાફ કરે છે, આમ કાકડી પાચન માટે સારી છે. કાકડી હેલ્ધી પાચન એન્ઝાઈમોથી ભરપૂર હોય છે, જે પાચનમાં મદદ કરે છે.
લીંબુ
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, લીંબુ એક કુદરતી ડિટોક્સિફાયર છે અને તે સારા મેટાબોલિઝ્માં મદદ કરવાની સાથે ઝેરી તત્વોને બહાર કાઢીને શરીરને શુદ્ધ કરવામાં મદદ કરે છે. લીંબુ લોહીને શુદ્ધ કરે છે.
જે મહિલાઓને સાદું પાણી પીવું પસંદ નથી તેમના માટે મિનરલ્સ, વિટામિન્સ, એન્ટીઓકિસડન્ટ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર આ પાણી સારો ઓપ્શન છે.
Article & Image Credit: Instagram.com (@alayaf)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.