અમદાવાદ.
ખરતા અને નિસ્તેજ વાળની સમસ્યા આજકાલ ખૂબ જ વધી ગઈ છે. વધતા જતા પ્રદૂષણ, ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાન-પાનની ખોટી આદતના કારણે લોકોને બહુ સમસ્યાઓ થાય છે. આ સમસ્યાઓમાં ખરતા વાળની સમસ્યા પણ છે. જો તમે પણ ખરતા અને તૂટતા વાળથી પરેશાન હોવ તો, વાળમાં બ્રાહ્મી અને આંબળાનું તેલ લગાવો. આ વાળનાં મૂળને મજબૂત બનાવે છે, જેનાથી વાળ ખરવાની અને વાળ રૂક્ષ બની જવાની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
આજે આ લેખમાં અમે તમને બ્રાહ્મીના પાન અને આંબળાંમાંથી તેલ બનાવવાની રીત અને તેના ફાયદા અંગે જણાવીશું. આવો જાણીએ ઘરે કેવી રીતે બ્રાહ્મી અને આંબળાનું તેલ બનાવવું અને તેના શું ફાયદા છે?

બ્રાહ્મીના પાન અને આંબળાંમાંથી કેવી રીતે તેલ બનાવવું?
જરૂરી સામગ્રી
બ્રાહ્મીના પાન- 40 ગ્રામ
આંબળાંનો રસ- 1 લીટર
તલનું તેલ- 1 લીટર
ચંદન - 2- ગ્રામ
ખસ - 2 ગ્રામ
કપૂર - 10 ગ્રામ
રીત
સૌથી પહેલાં કઢાઈમાં તલનું તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં બ્રાહ્મીનાં પાન, ચંદન અને ખસ નાખી તેલને બરાબર ઉકાલી લો.
જ્યારે તેલ સારી રીટે ઉકળી જાય એટલે તેમાં ધીરે-ધીરે આંબળાનો રસ નાખો.
હવે આ તેલને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય.
ત્યારબાદ બાકી વધેલા તેલને સૂતરાઉ કપડાની મદદથી ગાળી લો અને સ્ટોર કરવા માટે મૂકી દો. તૈયાર છે બ્રાહ્મી અને આંબળાનું તેલ.
બ્રાહ્મી અને આંબળાના તેલના ફાયદા
ડેન્ડ્રફની સમસ્યા ઘટાડે
ડેન્ડ્રફની સમસ્યા ઘણા લોકોને સતાવતી હોય છે. જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો, બ્રાહ્મી અને આંબળાના તેલને નિયમિત રૂપે પોતાના વાળ પર લગાવો. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. સાથે-સાથે તે વાળમાં ખંજવાળની સમસ્યા પણ દૂર કરી શકે છે. આ તેલ તમારા વાળનાં મૂળને પોષણ આપે છે, જેનાથી તમારા સ્કેલ્પમાં ભરપૂર નમી રહે છે. તેનાથી તમે ડેન્ડ્રફની સમસ્યા બહુ ઓછા દિવસોમાં દૂર થઈ શકે છે.
વાળની ચમક વધારે
બ્રાહ્મી અને આંબળામાં એવાં તત્વો હોય છે, જે તમારા વાળની ચમકને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ તેલથી તમારા વાળનો વિકાસ બહુ સારો થાય છે. આ તેલ સીબમના ઉત્સર્જનમાં પણ તમારી મદદ કરી શકે છે. સાથે-સાથે બેલેન્સ કેમિકલની જેમ તમારા વાળ માટે કામ કરે છે, જેનાથી તમારા સ્કેલ્પનું પીએચ લેવલ સંતુલિત રહે છે. તેનાથી વાળની ચમક વધારી શકાય છે.
વાળના મૂળને મજબૂત બનાવે
બ્રાહ્મી અને આંબળાનું તેલ વાળનાં મૂળને મજબૂત બનાવે છે. તેનાથી તમારા માથાને ઠંડક મળે છે. સાથે-સાથે વાળનો વિકાસ પણ ઝડપથી થાય છે. તમે તમારા ખરતા અને તૂટતા વાળથી પરેશાન હોવ તો આ તેમને નિયમિત તમારા વાળમાં લગાવો.
વાળની ડ્રાયનેસ દૂર થશે
બ્રાહ્મી અને આંબળાનું તેલ ડ્રાય સ્કેલ્પ અને રૂક્ષ વાળની સમસ્યાને દૂર કરી શકે છે. આ ડેન્ડ્રફ, ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકે છે. તેમાં પર્રિઅદોષને ઓછો કરવાના ગુણ હોય છે, જે વાળની ડ્રાયનેસને ઓછી કરે છે.
બે મુઢીયાંવાળા વાળથી છૂટકારો
બે મુઢીયાંવાળા વાળની સમસ્યાથી પરેશાન લોકો માટે બ્રાહ્મી અને આંબળાનું તેલ ખૂબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તેલને નિયમિત રૂપે લગાવવાથી વાળને પોષણ મળે છે, જેનાથી બે મુઢીયાંવાળા વાળની સમસ્યા દૂર કરી શકાય છે.
બ્રાહ્મીના પાન અને આંબળાના રસમાંથી બનાવેલ આ તેલ વાળને પોષણ આપે છે, જેનાથી ખરતા વાળ અને રૂક્ષ વાળથી છૂટકારો મળી શકે છે. જોકે, જો તમે તમારા રૂક્ષ-બેજાન વાળથી બહુ વધારે પરેશાન હોવ તો, એક્સપર્ટની સલાહ ચોક્કસથી લેવી.
Disclaimer: આ માહિતીની સટિકતા, સમયબદ્ધતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવાના હરસંભવ પ્રયત્ન કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ઓન્લીમાયહેલ્થ ડૉટ કૉમની નથી. અમારી તમને નમ્ર વિનંતિ છે કે, કોઈપણ ઉપાય અજમાવતાં પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક ચોક્કસથી કરો. અમારો ઉદ્દેશ્ય તમને માહિતી આપવાનો છે.