Ash Gourd Juice: રોજ સફેદ કોળાનો રસ પીવાથી સ્વાસ્થ્યને મળે છે આ જબરદસ્ત ફાયદા

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 04 May 2023 07:00 AM (IST)Updated: Thu 04 May 2023 07:00 AM (IST)
healthy-diet-tips-ash-gourd-juice-benefits-in-gujarati-124687

Ash Gourd Juice Benefits: સફેદ કોળામાં પ્રોટીન, આયર્ન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. સફેદ કોળાનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ કોળાના રસનું સેવન પાચન સુધારવાથી લઈને વજન ઘટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તેના રસનું નિયમિત સેવન અનેક ગંભીર બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

ઉનાળામાં સફેદ કોળું આસાનીથી મળી આવે છે. તેને અંગ્રેજીમાં વ્હાઈટ પમ્પકીન (White Pumpkin), એશ ગોર્ડ (Ash Gourd) અને વેક્સ ગોર્ડ (Wax gourd) તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો ડાયટિશિયન અબર્ના મેથ્યુવનન પાસેથી રોજ સફેદ કોળાનો રસ પીવાથી શું ફાયદા થાય છે?

  • સફેદ કોળાના રસમાં મળી આવતું ફાઈબર પાચન પ્રક્રિયા સુધારે છે. સફેદ કોળાના રસના સેવનથી સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન મળે છે અને પેટને લગતી બીમારીઓથી રાહત મળે છે. તેના નિયમિત સેવનથી પેટમાં એસિડિટી, કબજિયાત, ગેસ અને અપચોથી રાહત મળે છે.
  • સફેદ કોળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સફેદ કોળાનો રસ રોજ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઘણા રોગો અને ચેપથી સુરક્ષિત રહી શકાય છે.
  • સફેદ કોળાના રસનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. આ સાથે જ તેની અસર ઠંડી હોવાથી તે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે.
  • કોળાના રસમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે તેમજ પાણી અને ફાઈબર વધુ પ્રમાણમાં મળી આવે છે. કોળાના રસના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધુ પડતું ખાવાથી બચી શકાય છે. આમ, કોળાના રસનું સેવન વજન ઘટાડવામાં ફાયદાકારક છે.
  • સફેદ કોળાના રસમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. સફેદ કોળાનો રસ નિયમિત પીવાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
  • સફેદ કોળાનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે, જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો, તો ડૉક્ટરની સલાહ પર જ તેનું સેવન કરો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.