Soaked Walnut Benefits: ડ્રાય ફ્રૂટ અખરોટ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ હોવાથી તે સુપરફૂડ ગણાય છે. જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ માનવામાં આવે છે. મોટાભાગના લોકો ડ્રાય અખરોટ જ ખાતા હોય છે. જો તેને આખી રાત પલાળીને સવારે ખાવામાં આવે, તો શરીરને ડબલ ફાયદો મળી શકે છે.
પલાળેલી અખરોટમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તો ચાલો પલાળેલી અખરોટ ખાવાથી સ્વાસ્થ્યને કેવા ફાયદા થઈ શકે છે અને કંઈ બીમારી દૂર થાય છે.
પલાળેલી અખરોટ ખાવાના જાદુઈ ફાયદા Soaked Walnut Benefits
- પેટની સમસ્યા: પલાળેલી અખરોટમાં મળી આવતું ફાઈબર પાચન સુધારવામાં મદદ કરે છે. આવી અખરોટ ખાવાથી કબજિયાત, ગેસ અને પેટમાં સોજા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. પેટને સ્વસ્થ રાખવા માટે પલાળેલી અખરોટ ખાવી જ જોઈએ.
- હાડકા મજબૂત બનાવે: પલાળેલી અખરોટમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નિયમિત પલાળેલી અખરોટ ઓસ્ટીયોપોરોસિસ જેવા હાડકાના રોગનો ખતરો ટળી જાય છે.
- વજન ઘટાડે: પલાળેલી અખરોટમાં રહેલ ફાઈબર અને પ્રોટીન લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. જેના કારણે તમે ઑવર ઈટિંગથી બચી જાવ છો. જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે વજન ઉતારવા માંગતા હોવ, તો તમારે પલાળેલી અખરોટ અચૂક ખાવી જોઈએ.
- હાર્ટને હેલ્ધી રાખે: પલાળેલી અખરોટ ઓમેગા-3 અને ઓમેગા-6થી ભરપુર હોય છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખીને હાર્ટ સબંધિત રોગનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો તમે હાર્ટને હેલ્ધી રાખવા માંગતા હોવ, તો નિયમિત પલાળેલી અખરોટ ખાઈ શકો છો.
- ઈમ્યુનિટી બૂસ્ટર: પલાળેલી અખરોટ એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર હોય છે. જે શરીરને રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તમારી ઈમ્યુનિટી બૂસ્ટ થવાથી તમે સિઝનલ ફ્લૂ અને ઈન્ફેક્શન જેવા રોગોથી બચી શકો છો.
