Diabetes Signs: પુરુષોમાં ડાયાબિટીસના આ 5 લક્ષણો સૌથી સામાન્ય, દેખાય તે સાથે જ સુગર ટેસ્ટ કરાવો

પુરુષો અને સ્ત્રીઓમાં ડાયાબિટીસના લક્ષણો લગભગ સમાન હોય છે, પરંતુ કેટલાક સંકેત સહેજ અલગ પણ હોઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 Aug 2025 09:15 PM (IST)Updated: Sun, 03 Aug 2025 09:15 PM (IST)
health-tips-in-gujarati-diabetes-early-warning-signs-in-men
xr:d:DAFL_BGRlWk:8731,j:7933499888887966876,t:23111405
HIGHLIGHTS
  • ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોને વહેલી તકે ઓળખવા જરૂરી
  • ડાયાબિટીસ એક લાઈલાજ બીમારી, જેને તમે સમયસર કંટ્રોલ કરી શકો છો

Diabetes Signs: ડાયાબિટીસ એક ખૂબ જ ગંભીર અને લાઇલાજ બીમારી છે. જો કે કેટલીક સાવચેતીઓ રાખીને તેને ચોક્કસપણે કંટ્રોલ કરી શકાય છે. ઇન્સ્યુલિન હોર્મોનના અસંતુલનને કારણે થતો આ રોગ શરીરમાં કેટલાક લક્ષણો (ડાયાબિટીસ સિમ્પ્ટોમ્સ) પેદા કરે છે, જેને અવગણવા જોઈએ નહીં.

જો આ લક્ષણોને અવગણવામાં આવે તો તે હૃદય રોગ, કિડની સબંધિત સમસ્યા તેમજ નર્વ ડેમેજ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પુરુષોમાં ડાયાબિટીસના કેટલાક ચિહ્નો સ્ત્રીઓ કરતા અલગ હોઈ શકે છે. તો ચાલો જાણીએ પુરુષોમાં ડાયાબિટીસના ક્યાં પાંચ લક્ષણો જોવા મળે છે?

વારંવાર પેશાબ આવે: ડાયાબિટીસનું એક સામાન્ય લક્ષણ વારંવાર પેશાબ આવે તે પણ છે. જ્યારે બ્લડ સુગરનું લેવલ વધે છે, ત્યારે કિડની પેશાબ દ્વારા વધારાનું ગ્લુકોઝ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. જેના પરિણામે વ્યક્તિને રાત્રે પણ ઘણી વખત પેશાબ કરવો પડે છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમને તાજેતરમાં ખૂબ તરસ લાગી રહી છે અને વારંવાર બાથરુમ જવું પડે છે, તો આ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.

ખૂબ તરસ લાગવી: વારંવાર પેશાબ કરવાને કારણે શરીરમાં પાણીની ઉણપ રહે છે, જેના કારણે વ્યક્તિને સતત તરસ લાગે છે. આ ડાયાબિટીસનું એક લક્ષણ છે. જો તમે સામાન્ય કરતાં વધુ પાણી પીતા હોવા છતાં તરસ છીપાતી નથી, તો તે હાઈ બ્લડ સુગરનું લક્ષણ હોઈ શકે છે.

થાક અને નબળાઈ અનુભવવી: ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર થાક અને નબળાઈ અનુભવે છે. આવું એટલા માટે થાય છે, કારણ કે શરીર ગ્લુકોઝને યોગ્ય રીતે એનર્જીમાં રૂપાંતરિત કરી શકતું નથી. ઇન્સ્યુલિનના અભાવ અથવા પ્રતિકારને કારણે સેલ્સને જરૂરી ઊર્જા મળતી નથી, જેના કારણે વ્યક્તિ હંમેશા થાક અનુભવે છે. જો તમને સંપૂર્ણ ઊંઘ લીધા પછી પણ થાક લાગે છે, તો આ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.

અચાનક વજનમાં વધ-ઘટ: અચાનક વજન ઘટે અથવા વધવા માંડે તો તે પણ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. ટાઇપ-1 ડાયાબિટીસમાં શરીર ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે, જેના કારણે સ્નાયુઓ અને ચરબી ઝડપથી ઘટવા લાગે છે. જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન પ્રતિકારને કારણે વજન વધી શકે છે.

જો તમારું વજન કોઈ ચોક્કસ કારણ વિના ઝડપથી બદલાઈ રહ્યું છે, તો ડૉક્ટર દ્વારા તેની તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન: પુરુષોમાં ડાયાબિટીસનું એક ગંભીર લક્ષણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન છે. હાઈ બ્લડ સુગર સેલ્સ અને બ્લડ વેસલ્સ અર્થાત રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. જે પુરુષોમાં જાતિય સમસ્યાઓનું કારણ બની શકે છે. ડાયાબિટીસને કારણે બ્લડ સર્ક્યુલેશન પર વિપરિત અસર થાય છે. જેના કારણે આ સમસ્યા થાય છે. જો તમને આવી સમસ્યા થઈ રહી છે, તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.