Betel Leaf Benefits: બૉડી ડિટૉક્સથી માંડીને પેટને સાફ કરવા સુધી, દરરોજ જમ્યા પછી પાન ખાવાના ચમત્કારિક ફાયદા જાણો

પાનનો ઉપયોગ તમે ઐષધી તરીકે પણ કરી શકો છો, જેમાં રહેલ એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ઈફ્લેમેન્ટરી અને એન્ટી ઑક્સિડન્ટ ગુણો દાંતમાં સડો, પેઢામાં સોજો અને મોંઢામાં ચાંદામાંથી મુક્તિ આપે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 27 Aug 2025 05:54 PM (IST)Updated: Wed, 27 Aug 2025 05:54 PM (IST)
health-tips-in-gujarati-betel-leaf-benefits-for-neurological-system
HIGHLIGHTS
  • સદ્દગુરુ જગ્ગી વાસુદેવે પાનના પત્તા ચાવવાના અનેક ફાયદા ગણાવ્યા
  • પાનનું પત્તુ ન્યૂરોલૉજિકલ સિસ્ટમને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

Betel Leaf Benefits: ભારતીય સંસ્કૃતિમાં પાનનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવી રહ્યો છે. લગ્ન પ્રસંગ હોય, તહેવાર હોય કે ધાર્મિક વિધિમાં પાનને સન્માન અને સત્કારનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય જમ્યા બાદ મુખવાસ તરીકે પણ મીઠું પાન ખવાતું જ હોય છે. જે તમારા ખોરાક પચવામાં મદદ કરવા સાથે બૉડીમાંથી ટૉક્સિન્સને બહાર નીકાળવાનું પણ કામ કરે છે. સામાન્ય દેખાતું પાન અનેક ન્યુરોલૉજિકલ સમસ્યામાં રામબાણ સાબિત થઈ શકે છે.

આ સંદર્ભે જગ્ગી વાસુદેવે જણાવ્યું કે, પાનનું પત્તુ ન્યૂરોલૉજિકલ સિસ્ટમને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે તેનું અલ્કલાઈન નેચર બૉડીમાં જમા ટૉક્સિન્સ અર્થાત વિષયુક્ત પદાર્થને બહાર નીકાળે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે.

દરરોજ નિયમિત પાન ખાવાથી પેટમાં ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યામાંથી મુક્તિ મળે છે. પાનનું પત્તુ મગજને પણ એક્ટિવ રાખે છે. આટલું જ નહીં, આ પાનમાં સાપના ઝેરને પણ કંટ્રોલ કરવાની તાકાત છે.

પાનના પત્તા કેવી રીતે ન્યૂરોલૉજિકલ સમસ્યામાંથી છૂટકારો અપાવે?

પાનના પત્તામાં કેટલાક એવા તત્વો મળી આવે છે, જે મગજને શાંત કરવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી તણાવ કંટ્રોલમાં રહે છે, બેચેની દૂર થાય છે અને માનસિક થાકમાંથી મુક્તિ મળે છે.

પાન ખાવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે, જેના પરિણામે મગજને જરૂરી ઑક્સિજન સહિતના પોષક તત્વો સારી રીતે મળી રહી છે. જે ન્યૂરોલૉજિકલ કામને બહેતર બનાવવામાં મદદ કરે છે. પાનમાં રહેલ અલ્કલાઈન નેચર શરીર અને મગજના ટૉક્સિન્સ બહાર નીકાળીને ન્યૂરોલૉજિકલ બેલેન્સ બહેતર બનાવે છે.

પાનમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ મળી આવે છે, જે મગજના સેલ્સને ઑક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. આ પત્તા તણાવ, ભૂલવાની બીમારી સહિત અન્ય માનસિક સમસ્યાઓથી બચાવી શકે છે.

આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે, પાનનું પત્તુ વાત અને કફના દોષને સંતુલિત કરે છે, જે ન્યૂરોલૉજિકલ અસંતુલનના મુખ્ય કારણો પૈકી એક માનવામાં આવે છે. પાનનું પત્તુ ચાવવાથી વ્યક્તિની ઊંઘ, એકાગ્રતા અને મેન્ટલ એનર્જી બહેતર બને છે.

પાનના પત્તાના અન્ય જાદુઈ ફાયદા પર એકનજર
પાનના પત્તા પાચન ક્રિયાને એક્ટિવ કરે છે. જમ્યા પછી પાન ખાવાથી પેટમાં ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળી શકે છે. પાનમાં રહેલ નેચરલ એન્જાઈમ પેટને સાફ કરવામાં મદદરૂપ થાય છે.

પાનમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણ પેટ અને મોંઢા બન્નેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. આમ તે બૉડીને ડિટૉક્સ કરે છે.

દરરોજ પાન ચાવવાથી મોંઢામાં પડેલા ચાંદામાંથી મુક્તિ મળે છે અને ઓરલ હેલ્થ સુધારે છે. જેમાં મળી આવનાર ગેસ્ટ્રો-પ્રોટેક્ટિવ ગુણ મોંઢામાં રહેલા ઘાને જલ્દી રૂઝવામાં મદદ કરે છે. આ પાન શરીરને હેલ્થી રાખવા સાથે અનેક બીમારીઓથી પણ બચાવે છે. પાનના પત્તા અસ્થમા અને સંધિવાના દર્દીઓ માટે પણ ફાયદેમંદ છે.