Health Benefits of Amaranth Grain: ડાયાબિટીસમાં રાજગરાનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. જુઓ તમારા ડાયટમાં તેનો કેવી રીતે સમાવેશ કરવો જોઈએ.
આજના સમયમાં ડાયાબિટીસ (Diabetes)ની સમસ્યા ઘરે-ઘરે જોવા મળે છે. આજકાલ તો માત્ર વડીલો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકોને પણ આ સમસ્યા જોવા મળે છે. ડાયાબિટીસ (Diabetes)માં દર્દીનું બ્લડ શુગર લેવલ અચાનક જ વધી જાય છે અથવા ઘટી જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબજ ઘાતક સાબિત થઈ શકે છે. ખાનપાનની ખરાબ આદતો, અનિયમિત જીવનશૈલી, મેદસ્વિતા અને આનુવાંશિક કારણોથી ડાયાબિટીસ થઈ શકે છે. ડાયાબિટીસ થવાથી વ્યક્તિને બીજી બીમારીઓનો પણ ખતરો વધી જાય છે. એટલે જ ડાયાબિટીસના રોગીઓએ ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ પોતાના બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે રાજગરા (Amaranth)નું સેવન કરી શકે છે. સ્વાસ્થ્ય માટે રાજગરો ખૂબજ ફાયદાકારક ગણાય છે. તેનાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અને વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તો ચાલો આજે અહીં જાણીએ ડાયાબિટીસમાં રાજગરાનું સેવન કરવાની રીત અને તેના ફાયદા.
બ્લડ શુગર નિયંત્રિત કરે છે રાજગરો
ડાયાબિટીસના દર્દીઓ માટે રાજગરાનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. રાજગરા (Amaranth)માં રહેલ તત્વો ડાયાબિટીસના દર્દીઓમાં ઈંસુલિનનું સ્તર સામાન્ય રાખવામાં મદદ કરે છે. તાજેતરમાં જ એક સંશોધનમાં જાણાવા મળ્યું છે કે, જો ડાયાબિટીસના દર્દી રોજ 20 ગ્રામ રાજગરાનું સેવન કરે તો તેનાથી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. રાજગરો એક ગ્લૂટેન ફ્રી અનાજ છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ફાઈબરની માત્રા બહુ સારી હોય છે.
રાજગરો શરીરમાં ઈંસુલિનનું સ્તર ઓછું કરે છે. તેની સાથે-સાથે ભૂખને પણ નિયંત્રિત કરે છે. રાજગરો ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું હોય એવું અનુભવાય છે. તેનાથી ડાયાબિટીસમાં તો ફાયદો થાય જ છે, સાથે-સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. રાજગરો આપણા હ્રદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. રાજગરાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછો થાય છે. તેને ખાવાથી હાડકાં મજબૂત બને છે અને કબજિયાતમાં પણ ફાયદો થાય છે. રાજગરાનું સેવન કરવાથી ત્વચા પણ હેલ્ધી બને છે.
ડાયાબિટીસના દર્દીઓએ કેવી રીતે કરવું રાજગરાનું સેવન?
જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો, તમે રોજ રાજગરાનું સેવન કરી શકો છો. રમે રાજગરાની રોટલી બનાવીને ખાઈ શાકો છો. તમે રાજગરા સાથે સાગનું સેવન પણ કરી શકો છો. આ સિવાય, તમે રાજગરાનું પાણી પણ પી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં આખી રાત રાજગરો પલાળી રાખો. બીજા દિવસે સવારે રાજગરાના પાણીનું સેવન કરો.
ડાયાબિટીસના દર્દીઓ તેમના ડાયટમાં રોજ રાજગરાનો સમાવેશ કરી શકે છે. તેનાથી બ્લડ શુગર લેવલ તો નિયંત્રિત થાય જ છે, સાથે-સાથે તેનાથી સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા મળે છે. જોકે રાજગરાનું સેવન કરતાં પહેલાં એકવાર તમારા ડૉક્ટરનો સંપર્ક ચોક્કસથી કરી લેવો જોઈએ.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.