Get Rid of House Flies: વરસાદની સિઝનમાં માખીઓથી છૂટકારો મેળવો, આ 5 ખાસ ટ્રીક્સ અપનાવો

માખીઓ અનેક પ્રકારની બીમારી ફેલાવી શકે છે. તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે ઘર ખુલ્લુ હોય ત્યારે માખીઓની સમસ્યાથી છૂટકારો મેળવવા અનેક લોકો અનેક રીત અપનાવે છે. જોકે તેનાથી કોઈ જ ફાયદો થતો નથી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 21 Aug 2024 07:36 PM (IST)Updated: Wed 21 Aug 2024 07:36 PM (IST)
effective-ways-to-get-rid-of-flies-or-insects-at-home-during-rainy-season-384017

How to Get Rid of House Flies in Rainy Season: ઘરની અંદર માખીઓની સમસ્યા દરેક મૌસમમાં રહે છે. જોકે વરસાદમાં આ પરેશાની સૌથી વધારે હોય છે. રસોડામાં સૌથી વધારે માખી હોય છે, જે સ્વાસ્થ માટે ખૂબ જ જોખમ સર્જે છે. માખીઓ અનેક પ્રકારની બીમારી ફેલાવી શકે છે.

તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે ઘર ખુલ્લુ હોય ત્યારે માખીઓની સમસ્યાથી છૂટકારો મેળવવા અનેક લોકો અનેક રીત અપનાવે છે. જોકે તેનાથી કોઈ જ ફાયદો થતો નથી. આ સંજોગોમાં લોકો ઘણા પરેશાન થઈ જાય છે. આજે આપણે ઘરમાં માખીઓને ભગાડવા માટેના સૌથી સરળ ઉપાયો અંગે વાત કરશું.

ઘરમાંથી માખીઓ દૂર કરવા માટેની ઘરેલુ ઉપચાર

કપૂરથી ભગાડો માખીઓ

ઘરમાં માખીઓ હોય તો તમે તેનાથી છૂટકારો મેળવવા માટે કપૂરનો ઉપયોગ કરી શકો છો. કપૂરનો નાનો એવો ટુકડો લઈને ચમચી પર રાખો અને તેને સળગાવો. કપૂરના આ ધૂમાડાને ફેલાવી દો. માખી ભાગી જશે.

મીંઠુ-લીંબુનો કરો ઉપયોગ

તમે ઘરે માખીઓને ભગાડવા માટે એક મિશ્રણ તૈયાર કરી શકો છો. આ માટે તમારે એક લીંબુ, 2 ચમચી મીંઠુ અને એક ગ્લાસ પાણીનો ઉપયોગ કરવો પડશે. લીંબુના રસને ગ્લાસના પાણીમાં નાંખો અને તેમા મિઠું મિશ્રિત કરો. આ વસ્તુઓનું સારુ એવું મિશ્રણ તૈયાર કરવાથી એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યાં પણ માંખી દેખાય ત્યાં સ્પ્રે કરો, તેનાથી માખી ભાગી જશે.

એપ્પલ સાઈડર વિનેગરનો કરો ઉપયોગ

ઘરમાંથી માખીઓને ભગાડવા માટે ખૂબ જ અસરકારક હોઈ શકે છે. તમે સફરજનની છાલ અને પાણીને સારી રીતે મિશ્રિત કરો. ત્યારબાદ આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી ઘરની તમામ જગ્યા પર છંટકાવ કરો. તેનાથી ઘરની માખી જલ્દીથી ગુમ થઈ જશે અને તમને માખીથી રાહત મળશે.

તમાલપત્રને સળગાવીને રાખો

સામાન્ય રીતે ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અહીં આ પાંદડાનો માખીથી રાહત મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે.તમે તમાલપત્રને સળગાવીને તેના ધૂમાડાથી માખીથી મુક્તિ મેળવી શકો છો. તેનાથી ઝડપભેર માખી ભાગી જશે. તમે પુદીનાના પાંદડાનો ઉપયોગ કરી શકો છે.

ફિનાઈલ નાંખીને પોતુ લગાવો

ઘર સાફ-સફાઈ સમયે કેટલીક વાતોની કાળજી રાખવી જરૂરી છે. માખીથી રાહત મેળવવા માટે પોતુ લગાવતી વખતે તેમાં થોડુ ફિનાઈલ મિશ્રિત કરો. તેનાથી માખીથી છૂટકારો મળશે.