વજનને ઘટાડવા માટે ઘણા યોગ અને ઘરેલુ ઉપાયો છે. જે અંગે બાબા રામદેવ પણ અવાર નવાર વાત કરતા હોય છે. તાજેતરમાં જ પોતાની ચેનલ પર બાબા રામ દેવે એક યુવતીએ 70 કિલો વજન કેવી રીતે ઘટાડ્યું તેના વિશે વાત કરી હતી.
બાબા રામદેવના યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત એક વિડીયોમાં, પૂજા નામની એક યુવતીએ 125 કિલો વજનથી 55 કિલો વજન સુધી પહોંચીને 70 કિલો વજન ઘટાડવાની અદ્ભુત ગાથા રજૂ કરી છે. આ પરિવર્તનથી તેણે માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ સુધાર્યું છે.
પૂજાની પ્રેરણાદાયક યાત્રા
પૂજાનું વજન 125 કિલો થઈ ગયું હતું. સ્વામી રામદેવના કહેવા મુજબ તેણે દૂધીનું જ્યુસ પીધો અને દૂધીનું શાક ખાધું હતુ. આ પ્રેરણા લઈને તેણે પોતાની વજન ઘટાડવાની યાત્રા શરૂ કરી.
વજન ઘટાડવાના રહસ્યો
દૂધીનું નિયમિત સેવન કરવા ઉપરાંત યોગ અને પ્રાણાયામ નિયમિત કર્યા. જેમા સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ નિયમિતપણે કર્યા. સામાન્ય પરંતુ નિયંત્રિત આહારનું પાલન કર્યું. શારીરિક પ્રવૃત્તિમાં રોજ જોગિંગ અને રનિંગ કર્યું.
ઉપરાંત બાબા રામદેવ અવારનવાર કહેતા હોય છે કે શક્ય હોય તો ઉપવાસ કરો. જો પાણીથી ન થઈ શકે તો પ્રવાહી કે ફળ લઈને કરો. જે વજન ઘટાડવામાં મદદ કરશે. શક્ય હોય તો માત્ર દલિયાનું જ સેવન કરો. ભારે વસ્તુઓ ટાળો.