Calcium Consume:કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે સામાન્ય રીતે દૂધ પીવા માટે સલાહ આપવામાં આવે છે. કેટલાક એવા લોકો પણ હોય છે કે જેમણે દૂધ પીવું પસંદ હોતું નથી. આ સંજોગોમાં કેલ્શિયમના સપ્લિમેન્ટ પૂરા પાડતા હોય તેવા અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન કરવા માટે આગ્રહ કરવામાં આવે છે.
સંશોધનમાં જોવા મળ્યા નવા તારણો
આ પણ વાંચો
Cleveland Clinicના સંશોધન પ્રમાણે સામાન્ય રીતે પુખ્ત વય ધરાવતી વ્યક્તિને દરરોજ એક હજારથી 1200 મિલીગ્રામ કેલ્શિયમની જરૂર પડતી હોય છે. અલબત નાની ઉંમરના બાળકોને પ્રમાણમાં ઓછા કેલ્શિયમની જરૂર પડે છે. આ સંજોગોમાં વિવિધ ઉંમર વર્ગની વ્યક્તિએ વિવિધ લેવલના કેલ્શિયમની જરૂર પડતી હોય છે. દૂધનું સેવન ન કરતા હોય તેમણે અન્ય ઉત્પાદનોનું સેવન કરવું જરૂરી બને છે.
કેલ્શિયમનું વિપુલ પ્રમાણ
સોયાબીનમાંથી તૈયાર કરવામાં આવતા ટોફુના સેવનને લઈ પ્રોટીનનું વિપુલ પ્રમાણ રહેલું હોય છે. કારણ કે કેલ્શિયમનું વિપુલ પ્રમાણ હોવાથી તે દુધનું સેવન ન કરતા હોય તેવા લોકો માટે ખાસ હોય છે અને વિશેષ કરીને શુદ્ધ શાકાહારી લોકો માટે તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ રહેલો હોય છે.
તલનું સેવન
ઠંડીની સિઝનમાં તલનું સેવન સૌથી વધારે થતું હોય છે. શિયાળાની સિઝનમાં તલના લાડુનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છ કે તલમાં કેલ્શિયમનું સૌથી વધારે પ્રમાણ હોય છે અને દરરોજ એક ચમચી તલનું સેન કરવાથી ઓછામાં ઓછા 900 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે.
પાલકનું શાક
શિયાળાની સિઝનમાં પાલકનું શાખ ખૂબ જ ઉપયોગી હોય છે, પાલકમાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે અને તે કેલ્શિયની ઉણપને પૂરી કરવામાં વિશેષ યોગદાન આપે છે. શિયાળામાં તેનું શાકનું સેવન કરીને કેલ્શિયમની જરૂરી પ્રમાણને હાંસલ કરી શકાય છે. પાલક ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઉપલબ્ધ અને શુદ્ધ શાકાહારી લોકો માટે સૌથી આદર્શ ખાદ્ય પદાર્થ છે.
