Polluted Air:દર વર્ષે ઠંડીના આગમન સાથે સતત પ્રદૂષણની ચિંતા જોવા મળે છે. જ્યાં એક બાજુ ફેંફસા પર વિપરીત અસર થાય છે તો બીજીબાજુ હૃદય અને મગજ પર પણ તેની ખૂબ જ માઠી અસર થાય છે.
હકીકતમાં હવામાં રહેલા 2.5 સૂક્ષ્મ કણ શ્વાસ સાથે ફેફસાંની ગહેરાઈ સુધી પહોંચે છે. અતી સૂક્ષ્મ કણ લોહી પ્રવાહમાં પ્રવેશ કરી શરીરમાં સોજો અને ઓક્સિકરણ સંબંધિત તણાવ વધી શકે છે. તેને લીધે રક્ત વાહિનીઓની કાર્યપ્રણાલીને અસર થાય અને હૃદય રોગ, હાર્ટ એટેક તથા સ્ટ્રોકનું જોખમ વધે છે. એઈમ્સ પલ્મોનરી વિભાગના ભૂતપૂર્વ વડા પ્રો.ડો.જીસી ખિલવાની અને વર્તમાન મુખ્ય પ્રો.ડો.અનંત મોહને પણ પ્રદૂષણના વ્યાપક સ્વાસ્થ અસરન લઈ ચેતવણી આપી છે.
હૃદય, મગજ અને અન્ય અંગો સુધી પહોંચી રહ્યું છે પ્રદૂષણ
પ્રો.ડો.જીસી ખિલવાનીની માહિતી પ્રમાણે અતી સૂક્ષ્મ પ્રદૂષક કણ ફેફસાંમાં પહોંચ્યા બાદ રક્ત પ્રવાહના માધ્યમથી શરીરના અન્ય અંગો સુધી પહોંચી રહ્યા છે. જેની સીધી અસર હૃદય, રક્ત વાહીનીઓ, ગુર્દા તથા પાચન તંત્ર પર અસર થઈ છે. આ સાથે દમ, COPD અને હાર્ટ એટેક માટે હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં પહોંચાડવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
એઈમ્સના પલ્મોનરી વિભાગના વડા પ્રો.ડો.અનંત મોહનની માહિતી પ્રમાણે પ્રદૂષણથી હૃદય, મસ્તક સાથે શરીરના અન્ય કાર્યપ્રણાલી પણ અસર કરી રહી છે. ગત દિવાળી બાદ શ્વાસની તકલીફો ધરાવતા દર્દીઓની સંખ્યા આશરે 15 ટકા સુધી વધી ગઈ હતી.
