Diabetes Patients:ડાયાબિટીસની બીમારી ધરાવતા દર્દીઓ માટે કોઈ ઘા કે ઈજા ભારે મુશ્કેલીરૂપ બની શકે છે. કારણ ઈજાના સંજોગોમાં રુઝ આવવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. પણ હવે સંશોધનકર્તાઓએ આ દિશામાં અત્યંત મહત્વનું સંશોધન કર્યું છે અને પ્લેસેંટા એટલે કે અપરાથી પ્રાપ્ત થતા સ્ટેમ સેલની મદદથી ઘા કે ઈજાની સારવાર કરી શકાશે. આ પ્રથમ વખત છે કે જ્યારે માનવી પર કરવામાં આવેલુ આ એક નાનું એવું પરીક્ષણ થેરાપીના ખૂબ જ સારા અને પ્રોત્સાહનજ પરિણામોને સામે લાવવામાં આવી શકાયા છે.
તાજેતરમાં કરવામાં આવેલા આ સંશોધનમાં આશરે 10 જેટલા દર્દીની ઈજાને છ મહિનાના સમયમાં સંપૂર્ણપણે ભરી દેવામાં આવ્યા હત. આ ઉપરાંત દર્દીઓના પગની સંવેદનશીલ સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો કરી શકાય હતો. સંશોધકોનું કહેવું છે કે આ ઉપચારને લીધે ભવિષ્યમાં ડાયાહિટીક ફુટ અલ્સર સાથે નસો સાથે સંકળાયેલ કેટલીક સમસ્યાની સારવારમાં પણ ઉપયોગી બની શકે છે.
ડાયાબિટીસથી પિડીત દર્દીઓના પગની નસો અને રક્તવાહીનીઓને નુકસાન થઈ શકે છે. આ સંજોગોમાં પગમાં ઈજા થવા પર અનેક દર્દીઓને તેનો અહેસાસ થતો નથી. જ્યારે લોહી પહોંચાડતી ધમનીઓને નુકસાનથી ઘા કે ઈજા ભરવાની પ્રક્રિયાને અસર થાય છે. આ કારણને લીધે ખુલ્લા ઘા બની જાય છે. તેને ડાયાબિટીક ફુટ અલ્સર કહેવામાં આવે છે. અમેરિકામાં ડાયાબિટીસ એસોસિએશન પ્રમાણે લાંબા સમય સુધી આ સમસ્યા સાથે સંકળાયેલ 20 ટકા દર્દીઓને છેવટે પગને કપાવવાની જરૂર પડી શકે છે. આ સંજોગોમાં નવા સંશોધનથી હવે નવી સારવાર સાથે આશાનું કિરણ જોવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો
સ્ટેમ સેલ્સ ટ્રાન્સલેશનલ મેડિસિન મેગેઝીનમાં પ્રકાશિક સંશોધન પ્રમાણે 10 દર્દીના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જે સામાન્ય સારવારથી સારી થાય તેમ ન હતી. સંશોધનકર્તાઓએ ત્યારબાદ તંદુરસ્ત પ્લેસેંટા સાથે ખાસ કોષ તૈયાર કર્યાં. ત્યારબાદ દર્દીઓની સારવાર કરવામાં આવી જેમાં સંશોધકોને ધારી સફળતા મળી હતી.
