Janmashtami 2024 Status: જન્માષ્ટમી 2024 સ્ટેટસ, શુભ અવસરે પ્રિયજનોને શુભેચ્છાઓ પાઠવવા શેર કરો આ સ્ટેટસ

Janmashtami 2024 માટે બેસ્ટ ગુજરાતી સ્ટેટસ અને મેસેજ. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની આ ઉજવણીને લઈને મિત્રો-પ્રિયજનોને શુભેચ્છાઓ પાઠવવા માટે બેસ્ટ સ્ટેટસ શેર કરો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 25 Aug 2024 02:50 PM (IST)Updated: Sun 25 Aug 2024 02:50 PM (IST)
happy-krishna-janmashtami-2024-status-for-whatsapp-facebook-and-instagram-in-gujarati-386143

Janmashtami 2024 Status in Gujarati: આ વર્ષે જન્માષ્ટમી (Janmashtami 2024) નો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવનાર છે. આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં આ પર્વને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ શુભ અવસરે તમે પ્રિયજનોને શુભેચ્છાઓ પાઠવવા માટે સ્ટેટસ શેર કરી શકો છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર સ્ટેટલ લગાવી શકો છો.

Janmashtami 2024 Status in Gujarati

કૃષ્ણની મહિમા
કૃષ્ણનો પ્રેમ
કૃષ્ણમાં શ્રદ્ધા
કૃષ્ણથી જ સંસાર
જન્માષ્ટમી 2024ની શુભકામનાઓ!

શ્રી કૃષ્ણના ચરણ તમારા ઘરે આવે,
તમે ખુશીઓના દીવા પ્રગટાવો.
મુશ્કેલીઓ તમને જોવાનું ટાળે,
કૃષ્ણ જન્મોત્સવની આપને હાર્દિક શુભકામનાઓ.

માખણ ચોરી કરીને જેમણે ખાધું,
વાંસળી વગાડીને જેમણે નચાવ્યા,
ખુશી મનાવો તેમના જન્મદિવસની,
જેમણે વિશ્વને પ્રેમનો માર્ગ બતાવ્યો
જન્માષ્ટમીની શુભકામના

કૃષ્ણ જેમનું નામ છે, ગોકુલ જેમનું ધામ છે,
આવા ભગવાન કૃષ્ણને આપણે સૌ વંદન કરીએ છીએ.
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ

ચહેરા પર તોફાની સ્મિત
ગોપીઓનું તે છે જીવન
યશોદાનું છે તે માન
તે છે સુંદર કન્હૈયા
પૂર્ણ કરે છે પોતાના ભક્તોની મનોકામના!
જન્માષ્ટમી 2024ની શુભકામનાઓ!

શ્રી કૃષ્ણ અને માખણ ચોર જેમનું નામ,
ગોકુલ છે જેમનું ધામ, આવી સુંદર આંખો વાળા
શ્રી કૃષ્ણ ભગવાનને અમે બધા વંદન કરીએ છીએ!
કૃષ્ણ જન્મોત્સવની આપને હાર્દિક શુભકામનાઓ.

ગોકુલમાં તેમનો નિવાસ
કરે છે ગોપીઓની સાથે રાસ,
દેવકી અને યશોદા છે જેમની માતા
એવો છે આપણા કૃષ્ણ કન્હૈયા.
Happy Janmashtami 2024 !

નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી
હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી.
કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

જન્માષ્ટમીના આ અવસર પર, અમે ઈચ્છીએ છીએ કે
શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા, અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે.
જન્માષ્ટમીની શુભકામના

ગોકુળમાં કરે છે જે નિવાસ,
ગોપીઓ સાથે જે કરે છે રાસ,
દેવકી, યશોદા જેમની માતા,
આવા છે આપણા કૃષ્ણ કન્હૈયા.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ