Independence Day Slogans: સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપ્યા હતા આ નારા, સ્વતંત્રતા દિવસના અવસરે વાંચો દેશભક્તિથી ભરપૂર સ્લોગન

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 11 Aug 2024 03:51 PM (IST)Updated: Sun, 11 Aug 2024 03:51 PM (IST)
happy-independence-day-2024-inspiring-slogans-in-gujarati-by-indian-freedom-fighters-to-share-on-15-august-swatantra-diwas

India Independence Day 2024 Slogans in Gujarati: ભારત 15 ઓગસ્ટ, 2024ના રોજ તેના 78મા સ્વતંત્રતા દિવસ (Independence Day 2024)ની ઉજવણી કરવાનું છે. ભારત દેશને 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી મળી હતી. જો કે, આ આઝાદી પાછળ દેશના ઘણા લોકોએ બલિદાન આપ્યું છે. ત્યારે ભારતને આઝાદી અપાવવા માટે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ઘણા નારા આપ્યા હતા. ત્યારે વાંચો સ્વતંત્રતા દિવસના અવસરે દેશભક્તિથી ભરપૂર સ્લોગન.

Independence Day Slogan in Gujarati

'મુશ્કેલ સમયમાં કાયર લોકો બહાના શોધે છે તો જ્યારે, બહાદુર લોકો રસ્તા શોધે છે.' - સરદાર વલ્લભભાઈ પટેલ

'સાયમન કમિશન પાછા જાઓ' - લાલા લજપત રાય

'વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા' - શ્યામ લાલ ગુપ્તા

'દેશની પૂજા એ જ રામની પૂજા' - મદનલાલ ઢીંગરા

'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા' - મોહમ્મદ ઇકબાલ

'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ.' - બાલ ગંગાધર તિલક

'જય હિન્દ' - સુભાષ ચંદ્ર બોઝ

'પૂર્ણ સ્વરાજ' - પંડિત જવાહરલાલ નેહરુ

'હું મારી ઝાંસી નહીં આપું' - રાણી લક્ષ્મીબાઈ

'કમજોર ક્યારેય માફ નથી કરતા, ક્ષમા કરવું બળવાન લોકોની વિશેષતા છે' - મહાત્મા ગાંધી

'જન ગણ મન' - ઠાકુર રવિન્દ્રનાથ ટાગોર

'હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન' – ભારતેન્દુ હરિશ્ચંદ્ર

'મારો ફિરંગીઓને' - મંગલ પાંડે

'દેશ બચાવો-દેશ બનાવો' - પી.વી. નરસિંહ રાવ

'જય જવાન-જય કિસાન' - લાલ બહાદુર શાસ્ત્રી

'વંદે માતરમ' - બંકિમ ચંદ્ર ચેટર્જી

'સત્યમેવ જયતે' - મદન મોહન માલવિયા

'કરો અથવા મરો.' - મહાત્મા ગાંધી

'સંપૂર્ણ ક્રાંતિ' - જય પ્રકાશ નારાયણ

'સામ્રાજ્યવાદનો વિનાશ થાય' - ભગતસિંહ

'ઇન્કલાબ ઝિંદાબાદ' - ભગતસિંહ

'તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.' - સુભાષ ચંદ્ર બોઝ

'પ્રજાનો વિશ્વાસ, રાજ્યની નિર્ભયતાની નિશાની છે.' - સરદાર વલ્લભભાઈ પટેલ

'દુશ્મનોની ગોળીઓનો આપણે સામનો કરીશું, આઝાદ છીએ, આઝાદ જ રહીશું' - ચંદ્ર શેખર આઝાદ

'આરામ હરામ છે.' - જવાહરલાલ નેહરુ

'અંગ્રેજો ભારત છોડો'- મહાત્મા ગાંધી

'અવિશ્વાસ ભયનું પ્રમુખ કારણ હોય છે.' - સરદાર વલ્લભભાઈ પટેલ

'તેઓ મને મારી શકે છે પરંતુ મારા વિચારોને નહીં, તેઓ મારા શરીરને કચડી શકે છે પરંતુ મારી આત્માને કચડી નાખવા તેઓ સક્ષમ નથી' - ભગતસિંહ

'વ્યક્તિઓને કચડીને તેઓ વિચારોને નથી મારી શકતા.' - ભગતસિંહ

'ભાગ્યમાં નહીં તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો' - ડૉ. ભીમરાવ આંબેડકર

'ચલો દિલ્હી' - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ