Happy Ganesh Chaturthi Quotes in Gujarati: ભગવાન શ્રી ગણેશનો જન્મ ભાદ્ર મહિનાની શુક્લ પક્ષ ચતુર્થીના દિવસે થયો હતો. આ દિવસને ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર છે. આ તહેવારની ખુશીઓ એકબીજા સાથે શેર કરવા માટે લોકો ગણેશ ચતુર્થીના કોટ્સ શેર કરતા હોય છે. અમે તમારા માટે ગણેશ ચતુર્થીનાં શ્રેષ્ઠ કોટ્સ લઈને આવ્યા છે.
ગણેશ ચતુર્થી કોટ્સ ગુજરાતીમાં (Ganesh Chaturthi Quotes in Gujarati)
ગણપતિ દેવ લાવે છે જીવનમાં શુભ અને લાભ. જેમને મળી જાય તેમના આશીર્વાદ તે બની જાય છે ધનવાન. ગણેશ ઉત્સવ નિમિત્તે આપને અને સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ!
બળ, બુદ્ધિ, વિદ્યા, લાભ અને શુભતાના આશીર્વાદ આપે છે. વિઘ્ન વિનાશક જ્યારે વિરાજે છે ઘરે તો બની જાય છે તમામ બગેડલા કામ. ગણેશ ચતુર્થી ની શુભકામના !!
વિઘ્ન વિનાશક વિઘ્નહર્તા, ગણપતિ બાપ્પા મોરિયા. રિદ્ધિ સિદ્ધિ સાથે વિરાજો, દરેકને ખુશીઓ આપો. ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
ગણેશ ઉત્સવ પર બાપ્પા આવે તમારા દ્વારે. તમારા જીવનમાં ખુશીઓ આવે. તમારી જે પણ ઈચ્છા હોય તે થઈ જાય પૂર્ણ. તમારા સમગ્ર પરિવાર પર રહે બાપ્પાના આશીર્વાદ. ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ!
આ પણ વાંચો - Ganesh Chaturthi Shayari in Gujarati: ગણેશ ચતુર્થી વિશેષ, પ્રિયજનોને શાયરી શેર કરીને પાઠવો શુભેચ્છાઓ
વિનાયક ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપ્પાના આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં બન્યા રહે.
વિઘ્ન હર્તા તમામ વિઘ્નો દૂર કરે છે. તેમના આશીર્વાદથી તમામ કામ થાય છે. આ ગણેશ ઉત્સવ તમારા જીવનમાંથી તમામ દુ:ખ દૂર કરે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
વિઘ્ન વિનાશક, લંબોદર, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, એકદંત, ગજાનન. જે કોઈ ગણપતિ બાપ્પાનું સ્મરણ કરે છે તેના બધા કામ થઈ જાય છે. ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ!
જેનું નામ સ્વયં વિઘ્નહર્તા છે, તે પોતાના ભક્તોના જીવનના તમામ વિઘ્નોનો નાશ કરી નાખે છે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ સાથે બાપ્પા તમારા ઘરે પધારે. તમને ખુશીઓ આપે. તમને દરરોજ નવી ભેટ મળે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
ગણપતિ બાપ્પાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. તમારા જીવનમાં દરરોજ ખુશીઓની વર્ષા થાય. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!