Happy Diwali 2025 Quotes: દીપોત્સવની હાર્દિક શુભકામનાઓ! દૂર રહેલા પ્રિયજનોને મોકલો હૃદયસ્પર્શી સંદેશ

જો તમે પણ દિવાળી (Diwali 2025) ના શુભ પ્રસંગે તમારા મિત્રો અથવા સંબંધીઓને આ લાગણીસભર શુભેચ્છાઓ મોકલવા માંગતા હો, તો અમે તમારા માટે હૃદયસ્પર્શી દિવાળીના શુભેચ્છા સંદેશ લાવ્યા છીએ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 19 Oct 2025 10:24 AM (IST)Updated: Sun 19 Oct 2025 10:29 AM (IST)
happy-diwali-2025-quotes-messages-greetings-images-status-wishes-in-gujarati-623569

Happy Diwali 2025 Quotes in Gujarati: ભારતીય સંસ્કૃતિનો મુખ્ય તહેવાર અને દીપોત્સવ એટલે કે દિવાળી (Diwali 2025) નો પર્વ આ વર્ષે ઓક્ટોબર 20ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતી કેલેન્ડર મુજબ, આસો વદ અમાસના શુભ દિવસે આ તહેવારની ઉજવણી થાય છે. દિવાળીનો આ પવિત્ર તહેવાર આપણા સૌ માટે અત્યંત ખાસ અને ઉત્સવપૂર્ણ હોય છે, જેમાં આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

પ્રકાશ, મધુરતા અને ખુશીઓથી ભરેલો આ તહેવાર સામાન્ય રીતે પરિવાર અને પ્રિયજનો સાથે ભેગા મળીને ઉજવવામાં આવે છે. જોકે, કામકાજની વ્યસ્તતાને કારણે અથવા અન્ય કારણોસર જ્યારે મિત્રો કે સંબંધીઓ આ દિવાળીમાં તમારાથી દૂર રહેવાના હોય, ત્યારે પણ શુભેચ્છા સંદેશ દ્વારા સંબંધોને જીવંત રાખવા ખૂબ જરૂરી છે.

જો તમે પણ દિવાળીના શુભ પ્રસંગે તમારા મિત્રો અથવા સંબંધીઓને આ લાગણીસભર શુભેચ્છાઓ મોકલવા માંગતા હો, તો અમે તમારા માટે હૃદયસ્પર્શી દિવાળીના શુભેચ્છા સંદેશ લાવ્યા છીએ.

દિવાળી 2025 ની હાર્દિક શુભકામનાઓ ગુજરાતીમાં | Happy Diwali 2025 Quotes in Gujarati

દિવાળીનો આ પવિત્ર તહેવાર તમને નવું જોમ આપે,
તમારા હૃદયમાં પ્રેમ અને શાંતિનો દીવો પ્રગટે,
સમૃદ્ધિ અને આનંદ તમારા જીવનમાં વધે,
દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

દિવડાઓનો તેજ અને મીઠાઈઓની મીઠાશ,
તમારા જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે.
દિવાળીની શુભેચ્છાઓ!

દીવાઓનો આ તહેવાર તમારા જીવનમાં ઉજાસ લાવે,
દરેક દિલમાં પ્રેમ અને ભાઈચારો વધે,
તમારા સપના સાકાર થાય અને ખુશીઓ મળે,
દિવાળીની હાર્દિક શુભકામનાઓ!

દિવાળીનો તહેવાર તમારા જીવનમાં નવો ઉમંગ લાવે,
દરેક પગલે સફળતા અને ખુશીઓ મળે,
તમારું ઘર આનંદ અને પ્રેમથી ભરાઈ જાય,
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ!

દિવાળીનો આ પવિત્ર તહેવાર તમને ખુશીઓ આપે,
તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય,
દરેક પગલે સફળતા અને આનંદ મળે,
દિવાળીની હાર્દિક શુભકામનાઓ!

શુભ દીપાવલી! સદાય હસતા રહો,
અને જીવનમાં પ્રકાશ ફેલાવતા રહો.
નવું વર્ષ સુખ અને શાંતિ લાવે
Happy Diwali 2025

ધનતેરસથી ભાઈબીજ સુધીની ઉજવણી આનંદથી ભરી દે,
અને નવું વર્ષ આપને સફળતા આપે.
હેપ્પી દિવાળી અને નૂતન વર્ષાભિનંદન!

આશીર્વાદ અને ખુશીઓ તમારા દ્વાર ખખડાવે.
મા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બની રહે.
હેપ્પી દિવાળી 2025!

મા લક્ષ્મીજીના આગમનથી તમારું ઘર સોનાથી ભરાઈ જાય,
આ દિવાળી તમારા માટે અખૂટ સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.
તમારા જીવનમાં સુખ, શાંતિ અને વૈભવ કાયમ રહે.
તમને અને તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ

લક્ષ્મીજીનો આશીર્વાદ આપના દરેક કાર્યમાં સાથ આપે,
અને આપનું ઘર સુખ-સમૃદ્ધિથી ખીલી ઊઠે.
દિવાળીની શુભેચ્છાઓ!