Happy Dahi Handi Wishes, Quotes, Status, Images in Gujarati: દેશભરમાં 17 ઓગસ્ટ, શનિવારે દહીં હાંડીનો તહેવાર ઉત્સાહભેર ઉજવાશે. આજે જન્માષ્ટમી સાથે દહીં હાંડી મહોત્સવનું પણ આયોજન થતું હોય, લોકો ભક્તિભાવ અને આનંદ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે.
ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની જન્માષ્ટમી અને નવમી તિથિએ દહીં હાંડી કાર્યક્રમ યોજાય છે. આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના બાળપણની મસ્તી અને માખણ ચોરીની લીલાઓનું પ્રતિક છે. મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં ઉજવાતો આ ઉત્સવ હવે દેશના અનેક ભાગોમાં લોકપ્રિય બન્યો છે.
આ દિવસે, ગોવિંદાના જૂથો માનવ પિરામિડ બનાવી ઊંચે લટકાવેલી માટકી ફોડ ઉત્સવમાં ધૂમ મચાવે છે. માટકીમાં દહીં કે માખણ રાખવામાં આવે છે, જે તહેવારને વધુ રસપ્રદ બનાવે છે. આ વિશેષ પ્રસંગે, તમે પણ સુંદર સંદેશાઓ અને શુભેચ્છાઓ દ્વારા તમારા મિત્રો અને પ્રિયજનોને દહીં હાંડીની શુભકામનાઓ પાઠવો.
આ પણ વાંચો
દહીં હાંડીની શુભેચ્છાઓ - Happy Dahi Handi Wishes in Gujarati
આ દહીં હાડીના શુભ દિવસે, તમને અને તમારા પરિવારને શાંતિ, આનંદ અને સફળતાની પ્રાપ્તિ થાય. જય શ્રી કૃષ્ણ! Happy Dahi Handi
દહીં હાંડી તહેવારની શુભકામનાઓ. માખણ ચોરનાર નટખટ કાનુડો તમારા જીવનમાં પણ મસ્તી, ખુશીઓ અને સકારાત્મકતા ભરી દે. Happy Dahi Handi
દહીં હાંડીના આ પાવન પર્વ પર, ભગવાન શ્રી કૃષ્ણ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે! દહીં હાંડીની હાર્દિક શુભકામનાઓ!
દહીં હાંડી નિમિત્તે શુભેચ્છાઓ. શ્રીકૃષ્ણની કૃપાથી તમારું જીવન હંમેશા મધુર અને આનંદમય રહે.
ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી આ દહીં હાડી તમારા માટે નવી શરૂઆત અને અનંત સુખ લાવે. શુભકામનાઓ!
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી! દહીં હાંડીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દહીં હાંડીની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી તમારા જીવનમાં હંમેશા આનંદ, સમૃદ્ધિ અને સુખ શાંતિ વરસે.
હેપ્પી દહીં હાંડી. આ તહેવાર તમારા જીવનમાં નવા ઉમંગ, એકતા અને પ્રગતિ લઈને આવે એવી શુભેચ્છાઓ.
મટકી ફોડનો ઉત્સાહ અને આનંદ તમારા જીવનમાં હંમેશા છલકાય. દહીં હાંડીની ખૂબ ખૂબ શુભકામનાઓ!
દહીં હાડીની હાર્દિક શુભેચ્છાઓ! લડ્ડુ ગોપાલના આશીર્વાદથી તમારું જીવન ખુશી, સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય.