Dahi Handi 2025 Wishes: દહીં હાંડીની શુભેચ્છાઓ! પ્રિયજનો અને મિત્રો સાથે શેર કરો આ સુંદર મેસેજ

જો તમે તમારા પ્રિયજનો અને મિત્રોને સુંદર રીતે દહીં હાંડીની શુભકામનાઓ આપવા માંગતા હો, તો તમે આ સંદેશાઓ મોકલી શકો છો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 14 Aug 2025 03:08 PM (IST)Updated: Thu 14 Aug 2025 03:08 PM (IST)
happy-dahi-handi-2025-wishes-messages-shayari-images-wallpapers-quotes-on-janmashtami-in-gujarati-585171

Happy Dahi Handi 2025 Wishes, Quotes, Status, Images in Gujarati: શ્રાવણ વદ આઠમના પાવન દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી (Janmashtami 2025) ધામધૂમથી ઉજવવામાં આવે છે. બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ નવમીના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દહીં હાંડી (Dahi Handi 2025) નો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે, જે શ્રી કૃષ્ણના બાળલીલાઓનું પ્રતિક છે. ધાર્મિક માન્યતા મુજબ, બાળકૃષ્ણ માખણ ચોરી ખાતા અને માટકી તોડતા હોવાથી તેમને 'માખણચોર' તરીકે ઓળખવામાં આવે છે.

આ શુભ પ્રસંગે લોકો ભક્તિભર્યા સંદેશાઓ દ્વારા મિત્રો અને પ્રિયજનોને દહીં હાંડીની શુભકામનાઓ પાઠવે છે. જો તમે પણ તમારા પ્રિયજનો અને મિત્રોને સુંદર રીતે દહીં હાંડીની શુભકામનાઓ આપવા માંગતા હો, તો તમે આ સંદેશાઓ મોકલી શકો છો.

દહીં હાંડી 2025 ની શુભેચ્છાઓ - Happy Dahi Handi 2025 Wishes in Gujarati

ગોવિંદા આલા રે આલા! દહીં હાંડીના આ આનંદમય પર્વ પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માખણચોરની કૃપા તમારા પર સદાય બની રહે! Happy Dahi Handi 2025

ભગવાન કૃષ્ણના આશીર્વાદથી આ દહીં હાડી તમારા માટે નવી શરૂઆત અને અનંત સુખ લાવે. દહીં હાડીની શુભકામનાઓ!

માખણની જેમ તમારું જીવન પણ સુમધુર બને, અને દહીં હાંડીની જેમ સફળતાની ઊંચાઈઓને તમે સર કરો. દહીં હાંડી પર્વની હાર્દિક શુભેચ્છાઓ!

ભગવાન કૃષ્ણની કૃપાથી આ દહીં હાડી તમારા જીવનમાં શાંતિ અને સુખ લાવે. શુભ દહીં હાડી 2025!

ગોવિંદા ગોવિંદા! હજારોની માનવસાંકળ અને ઉત્સાહભર્યા નારાઓ સાથે દહીં હાંડીની ઉજવણી કરીએ. આ દિવસ તમને ખુશી અને પ્રેરણા આપે. દહીં હાંડીની શુભકામનાઓ.

આ દહીં હાડીના શુભ દિવસે, તમને અને તમારા પરિવારને શાંતિ, આનંદ અને સફળતાની પ્રાપ્તિ થાય. જય શ્રી કૃષ્ણ! Happy Dahi Handi 2025

શ્રી કૃષ્ણના બાળપણની તોફાની લીલાઓ યાદ કરતા, આ દહીં હાંડીનો તહેવાર તમારા જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે. Happy Dahi Handi

દહીં હાડીના શુભ દિવસે, તમને ધર્મ, કરુણા અને સમજદારીની પ્રેરણા મળે. દહીં હાંડીની શુભેચ્છાઓ!

દહીં હાડી 2025ની હાર્દિક શુભેચ્છાઓ! લડ્ડુ ગોપાલના આશીર્વાદથી તમારું જીવન ખુશી, સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય. Happy Dahi Handi 2025

દહીં હાંડીનો આ તહેવાર તમને ટીમવર્ક, એકતા અને ખુશીનો સંદેશ આપે. જય કનૈયા લાલ કી! Happy Dahi Handi!